સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને દાદાસાાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાશે – મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત
- સુપર સ્ટાર રજનીકાંતને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત
- મંત્રી પ્રકાશ જાવડેકરે કરી જાહેરાત
- 51મો આ એવોર્ડ સાઉથના સુપર સ્ટાર રજનીકાંત ના નામે
દિલ્હી – દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને ફિલ્મ જગતનો સૌથી મોટો એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવશે, આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ બાબતે જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે 51મો દાદા સાહેબ ફાળકે એવોર્ડ 3જી મેના રોજ સુપર સ્ટાર 71 વર્ષિય રજનીકાંતને આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સિનેમાના શાનદાર યોગદાન માટે અત્યાર સુધીમાં 50 ખ્યાતનામ અલગ અલગ લોકોને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે 51 મો એવોર્ડ સુપરસ્ટાર રજનીકાંતને આપવામાં આવશે. આ એવોર્ડ માટે રજનીકાંતની પસંદગીથી દેશને ખુશી મળશે.
રજનીકાંતે 25 વર્ષની ઉંમરે તેમના ફિલ્મ કરિયરની શરૂઆત કરી હતી. તેની પહેલી તમિળ ફિલ્મ ‘અપૂર્વા રાગનગાલ’ હતી. આ ફિલ્મમાં તેઓ કમલ હાસન અને શ્રીવિદ્યાની સાથે જોવા મળ્યા હતા, 1975 થી 1977 ની વચ્ચે, તેમણે મોટાભાગની ફિલ્મોમાં કમલ હાસન સાથે વિલનની ભૂમિકા પણ ભજવી હતી. લીડ રોલ તરીકે તેમની પહેલી તમિળ ફિલ્મ ‘ભૈરવી’ આવી હતી.આ ફિલ્મ હિટ બની હતી.
રજનીકાંતે બોલિવૂડમાં પણ સફળતા મેળવી છે, ફિલ્મ અંધા કાનૂનથી તેમણે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, બોલિવૂડમાં પણ તેમણે પોતાના શાનદાર અભિનય અને સિગ્નેચર સ્ટાઇલથી લોકોને ક્રેઝી બનાવ્યા હતા. સિગારેટ પલટાવવાની તેમની આગવી શૈલી અને અલગ સ્ટાઈલથી ચશ્મા પહેરવાની સ્ટાઈલને લઈને તે દર્શકોમાં લોકપ્રિય બન્યા છે.
સાહિન-