Site icon Revoi.in

સાઉથની ફિલ્મોનો ઓસ્કારમાં દબદબો- ફિલ્મ ‘જયભીમ’ અને ‘મરાક્કર’ ઓસ્કારકની યાદીમાં સમાવેશ

Social Share

મુંબઈઃ- વિતેલા વર્ષે રિલીઝ થયેલી સાઉથની ફિલ્મ જયભીમને દર્શકોે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો હતો આ સહીત છેલ્લા વર્ષમાં સાઉથની ફિલ્મોનો સિનેમાઘરોમાં પણ દબદબો રહ્યો છે, તાજેતરમાં પુષ્પા એ પણ સારી એવી કમાણી કરી છે, ત્યારે મોહનલાલની ફિલ્મ મરક્કા પણ ખૂબ વખાણાઈ હતી, હવે સાઉથની ફિલ્મોએ ઓસ્કારમાં લીસ્ટમાં સામેલ થયેલી જોવા મળી છે.સાઉથની ફિલ્મો એકેડેમી એવોર્ડ્સ 2022 સુધી પહોંચી ગઈ છે, જે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં સામેલ થાય છે.

ઉલ્લેખનીય છે કે આવર્ષના આ એવોર્ડમાં વિશ્વભરમાંથી 276 ફિલ્મોની પસંદગી કરાઈ છે, જેમાં બે ભારતીય ફિલ્મોનો પણ સમાવેશ થાય છે અને આ બંને ફિલ્મો સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝની જોવા મળે છે. જેમાં સૂર્યની ‘જય ભીમ’ અને મોહનલાલની ‘મરાક્કર’ નો સમાવેશ થયો છે. આ બંને ફિલ્મો વર્ષ 2021ની સૌથી સફળ અને શ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ છે. હવે વિદેશમાં પણ આ ફિલ્મો પોતાની કમાલ દેખાડશે.સુર્યા સ્ટારર ‘જય ભીમ’ ગયા વર્ષે ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ખૂબ પ્રશંસા મળી હતી.

ઉલ્લેખનીય છે કે આ ખાસ એવોર્ડ એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સીસ મારફત આયોજન કરવામાં આવે છે, જે થકી વિશ્વભરમાંથી 276 ફિલ્મોને એવોર્ડ માટે પાત્ર તરીકે માન્યતા આપી છે. જેમાં ભારતની સાઉથની બે ફિલ્મોનું પણ સિલેક્શન થયું છે, તમિલ ફિલ્મ ડ્રામા ફિલ્મ ‘જય ભીમ’ અને બીજી મલયાલમ એક્શન એડવેન્ચર ફિલ્મ ‘મરાક્કર’ હવે ઓસ્કારની દોડમાં આવી છે.