નૈઋત્યનું ચોમાસું અંદમાન-નિકોબાર ટાપુઓ તરફ વધ્યું, 4 જૂને કેરળમાં ચોમાસુ બેસશે
નવી દિલ્હીઃ નૈઋત્યનું ચોમાસું દક્ષિણપૂર્વ બંગાળનો અખાત, નિકોબાર ટાપુઓ અને દક્ષિણ અંદમાન સમુદ્ર તરફ તાજેતરમાં આગળ વધ્યું છે અને દેશના કૃષિ અર્થતંત્ર માટે ભારે મહત્વની એવી ચાર માસની ચોમાસાની સીઝનનો તખ્તો રચાઈ ચૂક્યો છે. આગામી તા. 4થી જૂનના રોજ કેરળથી ચોમાસુ ભારતમાં પ્રવેશ કરશે. જ્યારે 15મી જૂન બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની શકયતા છે.
હવામાન ખાતાએ જણાવ્યું હતું કે, ચોમાસાને પ્રારંભ કેરળમાં થવા સાથે તેના પ્રવેશને ભારતીય મુખ્ય જમીનમાં પ્રવેશરૂપે ગણવામાં આવે છે તે સામાન્ય એક જૂનના બદલે થોડો મોડો રહેશે અને 4 જૂને ત્યાં ચોમાસાની શરૂઆત થવાનો અંદાજ રહ્યો છે. નૈઋત્યનું ચોમાસું દક્ષિણપૂર્વ બંગાળ, નિકાબોર ટાપુઓ અને દક્ષિણ અંદમાન સમુદ્ર તરફ આગળ વધ્યું છે. તેમ ભારતીય હવામાન ખાતાએ આજે જણાવ્યું હતું.
સાઉથ બંગાળના વધુ કેટલાક ભાગો, અંદામાન સમુદ્ર અને અંદમાન એન્ડ નિકાોબરમાં આગામી 3થી 4 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે, તેમ તેણે જણાવ્યું હતું. મંગળવારે હવામાન કચેરીએ જણાવ્યું હતું કે, કેરળમાં 4 જૂને ચોમાસું બેસી શકે છે જે ચાર દિવસની મોડલ એ વર્ષ 2022 મુજબ હોઈ શકે છે. કરેળમાં ચોમાસું ગત વર્ષે 29મી મે, 2021ના ત્રીજી જૂન, 2020માં 1 જૂન, 2019માં 8 જૂન અને 2018માં 29મી મેએ આવી પહોંચ્યું હતું.
દેશના 3.5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રમાં કૃષિનો ફાળો લગભગ 15 ટકાનો રહ્યો છે અને સારું ચોમાસું તળાવો અને જળાશયોને ભરવા ઉપરાંત ખેડૂતોને પાણી પુરું પાડવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે, અલ નીનો વાતાવરણ વલણના ઉદભવથી 2023માં ચોમાસાના વરસાદ બાબતે ચિંતા સર્જી છે.
(PHOTO-FILE)