રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર
અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં મેઘરાજા અત્યાર સુધીને મનમુકીને વરસ્યાં છે. જેથી ખેડૂતોમાં પણ ખુશી પેલાઈ છે. દરમિયાન રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજિત 70.24 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. જ્યારે ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં હાલ ખેડૂતો દ્વારા વાવણી ચાલું છે
રાહત કમિશનરએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયમાં 2.62 લાખ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 78.55 % છે. જ્યારે રાજયનાં 206 જળાશયોમાં 3.39 લાખ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 60.74 છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 53, એલર્ટ ૫ર કુલ 9 તેમજ વોર્નીગ ૫ર કુલ 17 જળાશય છે.
તેમણે કહ્યું હતું કે રાજયમાં હાલ કુલ NDRFની 13 ટીમો તહેનાત કરાઇ છે. જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમી દ્વારકા-1, ગીરસોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-1, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં -1 ટીમનો સમાવેશ થાય છે. આમ NDRF ની 13 ટીમો ડીપ્લોય કરવામાં આવેલ છે.
હવામાન વિભાગના નિયામક મનોરમા કહ્યું હતું કે આગામી પાંચ દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મઘ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે જ્યારે ઓગસ્ટ માસ દરમ્યાન ભારે વરસાદની સંભાવના નહિવત છે. રાજ્યમાં ચાલુ વર્ષો ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી હતી.