જ્યારે કોઈ ઉપવાસ કરે છે ત્યારે તે વ્યક્તિને સાબુદાણાથી બનેલી વસ્તુઓ વધારે પસંદ આવે છે, સાબુદાણાની ખીચડી તો લોકોની સૌથી વધારે પસંદગી હોય છે આવામાં તે વાત જાણીને લોકો ખુશી થશે કે સાબુદાણામાંથી બનેલી વસ્તુઓ ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે.
જાણકારી અનુસાર સાબુદાણાને ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ સલામત માનવામાં આવે છે કારણ કે તે તેના નીચા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે બ્લડ સુગરનું સ્તર તરત જ વધારતું નથી. જો કે સાબુદાણામાં ત્વરિત ઉર્જા માટે કેલરી અને કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે, તેમાં ફાયટેટ્સ, ટેનીન, પોલીફેનોલ્સ – છોડના રસાયણો હોય છે જે પાચન પ્રક્રિયાને ધીમું કરે છે. ઉપરાંત, પાચનમાં સરળતા અને પુષ્કળ ફાઈબરને લીધે ડાયાબિટીસ મેદસ્વીતા અને હૃદયના રોગોને અટકાવે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો સાબુદાણા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. આ સિવાય પ્રોટીન, ફાઈબર, આયર્ન, ફોલેટ, વિટામિન B5 અને B6 સહિત ઘણા પોષક તત્વો મળી આવે છે.
ગ્લુટેનની સમસ્યામાં ઘઉં જેવા અનાજમાં ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય હોય છે, એક પ્રોટીન જે ઘણા લોકો દ્વારા પચતું નથી. જ્યારે ભારતીય ભોજનમાં નિયમિત ઘટક છે. આવી સ્થિતિમાં સાબુદાણા ખાવાથી ફાયદો થઈ શકે છે. તે ઓર્ગેનિકલી ગ્લુટેન ફ્રી એટલે કે ગ્લુટેન ફ્રી છે અને તમે તેને ઘઉંને બદલે ચપાતી, ઢોસા અને મીઠાઈઓ વગેરે બનાવીને ખાઈ શકો છો.
આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.