Site icon Revoi.in

સપાના નેતા આઝમખાનની મુશ્કેલીઓ વધી – જૌહર યુનિવર્સિટીની દિવાલ તોડતા મળી આવ્યા ચોરી થયેલા કિંમતી પુસ્તકો 

Social Share

લખનૌઃ- ઉત્તરપ્રેદશના સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનની મુશકેલીઓ રુકવાનું નામ જ નથી લેતી ત્યારે હવે ફરી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમના સમર્થકો સ્થળ પર જ પોલીસે જૌહર યુનિવર્સિટીમાંથી ખોદકામ કર્યા બાદ પાલિકા રામપુરની સફાઈ કરવાનું મશીન મળી આવ્યા હતા  આ મશીનો સપા સરકારમાં રામપુર નગરપાલિકા દ્વારા ખરીદવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ જૌહર યુનિવર્સિટીમાં થતો હતો. ત્યારે હવે આ યુનિવર્સિટીમાંથી દિવાલ ખોદતા કિમંતી પુસ્તકો જે ચોરી થયા હતા તે પણ ણળી આવ્યા છે જેને લઈને આઝમ ખાન ફરી ચર્ચામાં છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસે જૌહર યુનિવર્સિટીની લાઇબ્રેરીમાંથી પુસ્તકો કબજે કર્યા છે. આ બાબતે પોલીસે જણાવ્યું કે જૌહર યુનિવર્સિટીમાંથી મદરેસા આલિયાના પુસ્તકો મળી આવ્યા છે. આ મામલે વર્ષ 2019માં મદરેસા આલિયામાંથી 9 હજાર 633 પુસ્તકોની ચોરી થા હતા. તેમાંથી 6 હજાર પુસ્તકો મેળવવાના હજી બાકી હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આ પુસ્તકોની રિકવરી સપા ધારાસભ્ય અબ્દુલ્લા આઝમના બે મિત્રો દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે કરાઈ છે.આ બંનેની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે પાંચ ફૂટ ઊંડા ખાડામાં દટાયેલું સરકારી સફાઈ મશીન પણ કબજે કર્યું છે. આ મામલે 2019માં મદરેસા આલિયામાંથી પુસ્તકોની ચોરી થઈ હોવાની ફરીયાદ પણ કરવામાં આવી હતી.