વઘુ માહિતી પ્રમાણે સૂત્રોએ જણાવ્યું કે આવકવેરાના આ દરોડા આઝમ ખાન અને તેમના પરિવારના સભ્યો દ્વારા સંચાલિત કેટલાક ટ્રસ્ટો સાથે સંબંધિત છે. મળતી માહિતી મુજબ, દરોડા સમયે સપા નેતા આઝમ ખાન તેમના રામપુરના આવાસ પર હતા. આજે સવારે લગભગ 7 વાગ્યાના અરસામાં આવકવેરા વિભાગના એક ડઝન વાહનોનો કાફલો આઝમ ખાનમાં નિવાસસ્થાને પહોંચ્યો હતો.
આઝમ ખાનની મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના ટ્રસ્ટના ખાતાઓની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આવકવેરા વિભાગે સપા આઝમ ખાનના નજીકના ગણાતા નસીર ખાનના ઘરે પણ દરોડા પડ્યા છે. નસીર ખાન ચમરૌઆના સપા વિધાનસભ્ય છે અને આઝમ ખાનના જૌહર ટ્રસ્ટમાં પદાધિકારી છે.આ ટ્રસ્ટો પર ટેક્સ ચોરીનો આરોપ છે. આ સિવાય આઝમ ખાન વિરુદ્ધ અન્ય ઘણા કેસ પેન્ડિંગ છે. તેના પર 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન શહઝાદ નગર પોલીસ સ્ટેશન વિસ્તારના ધમોરામાં નફરતભર્યા ભાષણ આપવાનો આરોપ હતો. રામપુરની સાંસદ/ધારાસભ્ય કોર્ટે તેને બે વર્ષની સજા ફટકારી છે. જો કે આ મામલે આઝમ ખાનની અરજી પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને નોટિસ પાઠવી છે.