Site icon Revoi.in

સપાના નેતા મુલાયમ સિહં યાદવની સ્થિતિ નાજૂક – આઈસીયુમાં કરાયા ભરતી

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની હાલત નાજુક હોવાથી તેઓને હોસ્પિટલમાં ભરતી કર્યા છે,જો કે આજરોજ તેમની તબિયત વધુ ખરાબ થતા તેઓને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સારવાર અર્થે તેઓને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં ICUમાં રાખવામાં આવ્યા છે. 82 વર્ષીય મુલાયમ સિંહ યાદવ સોમવાર સુધી હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં સારવાર હેઠળ  હતા. મેદાંતા હોસ્પિટલ દ્વારા  કહેવામાં આવ્યું છે કે, “મુલાયમ સિંહ જી હજુ પણ ગંભીર હાલતમાં છે  અને મેદાંતા હોસ્પિટલના ICUમાં દાખલ કરાયા છે અને નિષ્ણાતોની એક વિસ્તૃત ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.”

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પીએમ  નરેન્દ્ર મોદીએ બનતી તમામ મદદનું આશ્વાસન પુત્ર અખિલેશ યાદવને આપ્યું હતું,વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાયમ સિંહ યાદવની તબિયત જાણવા માટે એક દિવસ પહેલા જ અખિલેશ યાદવને ફોન કર્યો હતો.