સપાના સાંસદ અફઝલ અન્સારીએ સીએમ યોગીના કર્યાં વખાણ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં એનડીએનો વિજય થયો છે, તેમજ ભાજપાની બેઠકો ઘટીને 240 જેટલી થઈ છે. ઉત્તરપ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપાનું ભારે નુકશાન થયું છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં ભાજપાને જે બેઠકો મળી છે, તે મામલે સમાજવાદી પાર્ટીના નેતા અફઝલ અંસારીને સીએમ યોદી આદિત્યનાથની પ્રશંસા કરી છે.
સપાના સાંસદ અફઝલ અન્સારીએ કહ્યું કે, યોગી આદિત્યનાથના ચહેરા, પ્રયાસો અને મહેનતના બળે ભાજપને રાજ્યમાં 30 સીટો મળી છે. જ્યારે ત્રણ બેઠકો ભાજપના સમીકરણ અને નરેન્દ્ર મોદીના ચહેરાના આધારે જીતવામાં ભાજપાને સફળતા મળી છે. તેમ મુહમ્દાબાદમાં જણાવ્યું હતું.
અફઝલ અંસારીએ કહ્યું કે મોદીનો જાદુ ખતમ થઈ ગયો છે. બનારસને અડીને આવેલી ત્રણેય બેઠકો પણ તેઓ હારી ગયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ભાજપની લોકસભા ચૂંટણીના પ્રચારની સંભાળી હતી. છેલ્લા તબક્કામાં યોગી આદિત્યનાથના પ્રયાસોને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનારસથી જીત્યા હતા. જો યોગી આદિત્યનાથ મજબૂત રીતે આગળ ન આવ્યા હોત તો મોદી ચૂંટણી હારી ગયા હોત.