નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ તથા કાપડ મંત્રી પીયૂષ ગોયલે યુએઈ-ભારતની ભાગીદારીને મજબૂત કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અબુધાબી ચેમ્બર દ્વારા આયોજિત ભારત અને યુએઈના ટોચના બિઝનેસ લીડર્સ સાથેની બેઠકને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, બંને દેશોની વધતી જતી આર્થિક વૃદ્ધિ અને ભાગીદારીને મજબૂત કરવાથી બંને પક્ષોના વ્યવસાયો માટે ઝડપી વૃદ્ધિ માટે તકો ઉપલબ્ધ થાય છે.
પીયૂષ ગોયલે આ ભાગીદારીમાં યુએઈની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને તેને ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ, ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર અને પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ)ની દ્રષ્ટિએ સૌથી મોટું રોકાણકાર ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેની વિસ્તૃત આર્થિક ભાગીદારી સહયોગ માટે એક મજબૂત પાયો છે. બંને દેશો સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા ધરાવે છે, જે વર્તમાન-સમયની ક્ષમતાઓ અને ભવિષ્યની સંભાવનાઓ સાથે જોડાયેલો છે, જે મંત્રી માને છે કે આ ભાગીદારીને આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.
પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત અને યુએઈ વચ્ચે સહયોગનાં મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ખાદ્ય સુરક્ષા, શિક્ષણ, ઊર્જા સુરક્ષા, આબોહવામાં પરિવર્તનનું શમન, અંતરિક્ષ ટેકનોલોજીનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ સ્ટાર્ટઅપ20, બી20, યુએઇ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ભારત બજાર જેવી એકબીજાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને પહેલ પર પણ પ્રકાશ પાડ્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે, 1.4 અબજ મહત્વાકાંક્ષી નાગરિકો સાથેનું મોટું બજાર છે, જે યુએઈમાં વેપાર-વાણિજ્ય માટે મહત્ત્વપૂર્ણ તકો પ્રસ્તુત કરે છે. તેમણે “30 બાય 30 બાય 30” તકની રૂપરેખા આપી હતી, જેમાં આગામી 30 વર્ષ માટે ભારતની સરેરાશ ઉંમર 30 વર્ષથી ઓછી છે અને 2047 સુધીમાં તેના જીડીપીમાં 30 ટ્રિલિયન ડોલર ઉમેરવાનું લક્ષ્ય છે. તેમણે વ્યવસાયોને આ તકોનો લાભ લેવા અને સહકાર અને સ્પર્ધાની ભાવનામાં સહયોગ કરવા પ્રોત્સાહિત કર્યા.
પિયૂષ ગોયલે તેમને મળેલા આવકાર અને યુએઈ-ભારતની ભાગીદારીને મજબૂત કરવા ચેપી ઉત્સાહ પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં લોકો અને યુએઈનાં લોકો એકબીજા માટે જે અવિશ્વસનીય પ્રેમ અને સ્નેહ ધરાવે છે, તેની સાથે-સાથે આ ભૂરાજકીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા વ્યવસાયો જે મહત્ત્વપૂર્ણ પ્રદાન કરી રહ્યાં છે, તે આને 21મી સદીની નિર્ણાયક ભાગીદારી અને બંધુત્વ બનાવવા માટે સજ્જ છે.
તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં નવ વર્ષમાં ભારતે નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ કરી છે, જે વૈશ્વિક સ્તરે નાજુક પાંચ અર્થતંત્રોમાંથી એકમાંથી હવે દુનિયાનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તેમણે આ પ્રભાવશાળી સફર અને આગામી ચાર વર્ષમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આગામી 25 વર્ષને ભારતના વિકાસ માટે સુવર્ણ કાળ ગણાવ્યો હતો.
પોતાનાં સમાપન સંબોધનમાં પિયુષ ગોયલે યુએઈ-ભારતની ભાગીદારીની તુલના તમામ બોટોને ઊંચકવાની વધતી ભરતી સાથે કરી હતી તથા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, બંને દેશો વચ્ચે વધતી જતી મૈત્રી અને સહકાર બંને પક્ષોનાં વેપાર-વાણિજ્ય માટે પ્રચૂર તકો પ્રદાન કરશે.