Site icon Revoi.in

સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવશે

Social Share

નવી દિલ્હીઃ  PM મોદીના આમંત્રણ પર સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ તેમની પત્ની બેગોના ગોમેઝ સાથે 27 થી 29 ઓક્ટોબર સુધી ભારતની સત્તાવાર મુલાકાતે આવશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. સ્પેનના રાષ્ટ્રપતિની આ મુલાકાત 18 વર્ષ બાદ થઈ રહી છે. આ પહેલા PM મોદી અને રાષ્ટ્રપતિ સાંચેઝ બહુપક્ષીય બેઠક દરમિયાન ઘણી વખત મળ્યા છે.

મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાંચેઝ પ્રધાનમંત્રી મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે. બંને નેતાઓ વડોદરામાં C295 એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે, જે એરબસ સ્પેનના સહયોગથી ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા ઉડ્ડયન ક્ષેત્રે એક મુખ્ય “મેક ઇન ઇન્ડિયા” પહેલ છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ સાંચેઝને મળશે.

પ્રમુખ સાંચેઝ મુંબઈની પણ મુલાકાત લેશે, જ્યાં સત્તાવાર વ્યસ્તતાઓ ઉપરાંત, તેઓ વેપાર અને ઉદ્યોગના નેતાઓ, થિંક ટેન્ક અને ફિલ્મ ઉદ્યોગ સાથે વાર્તાલાપ કરશે. આ મુલાકાત દરમિયાન ઘણા એમઓયુ અને કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે, જે દ્વિપક્ષીય સહયોગને વેગ આપશે.

ભારત અને સ્પેન ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. 2017માં પીએમ મોદીની સ્પેનની મુલાકાત બાદ દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળી હતી. રાષ્ટ્રપતિ સાંચેઝની મુલાકાત વેપાર અને રોકાણ, આઈટી, ઈનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, ડિફેન્સ અને સિક્યુરિટી, ફાર્મા, એગ્રો-ટેક અને બાયો-ટેક, કલ્ચર અને ટુરીઝમ સહિતના વિવિધ ક્ષેત્રોમાં અમારા દ્વિપક્ષીય સંબંધો અને ભાગીદારીની સંપૂર્ણ સમીક્ષા કરશે વધુ ઊંડો કરવાની તક મળશે.