Site icon Revoi.in

સ્પેનના ટેનિસના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે ટન નિવૃત્તિ જાહેર કરી

Social Share

ટેનિસના ગ્રાન્ડ઼ સ્લેમના 22 સિંગ્લસના ખિતાબો જીતનાર સ્પેનના દિગ્ગજ ખેલાડી રફેલ નડાલે વ્યવસાયિક ટેનિસ રમતોમાંથી નિવૃત્તિ જાહેર કરી છે.

સોશિયલ મિડિયા ઉપર આ જાણકારી આપીને નડાલે પોતાની કારકિર્દી દરમિયાન સંપૂર્ણ સમર્થન આપવા બદલ ટેનિસ ચાહકોનો આભાર માન્યો છે. રફેલ નડાલ આગામી નવેંબરમાં મલાગામ ખાતે યોજાનારી ડેવિસ કપ ટેનિસ સ્પર્ધાની ફાઇનલ બાદ નિવૃત્તિ લેશે.

ઉલ્લેખનીય છે કે, રફેલ નડાલે ઓલિમ્પિકસ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, એટીપી સિંગલ્સના 92 અને 36 માસ્ટર્સ ખિતાબો જીત્યા છે. રફેલ નડાલ કારકિર્દી દરમિયાન બધી જ ગ્રાન્ડ સ્લેમ્સ સ્પર્ધામાં સિંગલ્સના ખિતાબ જીતનાર વિશ્વના 3 દિગ્ગજ ખેલાડીઓ પૈકી એક છે.