Site icon Revoi.in

લો બોલો, મધ્યપ્રદેશના મંત્રી પ્રેમસિંહ પટેલે ઓડિશાને અન્ય દેશ દર્શાવ્યો.. સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

Social Share

નવી દિલ્હીઃ બીબીસીએ પોતાની ડોક્યુમેન્ટ્રીમાં ભારતના નક્શામાંથી કાશ્મીરને હટાવ્યો હતો, જ્યારે મધ્યપ્રદેશના પશુપાલન મંત્રીએ ભારતનો અંગ ગણાતા ઓડિશાને અલગ દેશ દર્શાવ્યો હતો. મધ્યપ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલ પોતાના સામાન્ય જ્ઞાનના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે. મધ્યપ્રદેશની શિવરાજ સરકારના મંત્રી પ્રેમસિંહ પટેલે ઓડિશાને અન્ય દેશ ગણાવ્યો હતો.

ઓડિશાના આરોગ્યમંત્રીને પોલીસ કર્મચારીએ ગોળીમારીને તેમની હત્યા અંગે પૂછવામાં આવતા મધ્યપ્રદેશના મંત્રી પ્રેમસિંહ પટેલે કહ્યું હતું કે, હું બીજા દેશની વાત કરતો નથી. જે બાદ તેઓ હસતા વીડિયોમાં કેદ થયાં હતા. મધ્યપ્રદેશના મંત્રી પ્રેમસિંહ પટેલનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ આ મંત્રી હાસ્યાસ્પદ નિવેદન અને અયોગ્ય વર્તનને કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ચુક્યાં છે.

ગયા વર્ષે મે મહિનામાં મધ્યપ્રદેશના બડવાની જિલ્લામાં મગ વિતરણ દરમિયાન મંત્રી પ્રેમસિંહએ ફોટો અને વીડિયો માટે એક મહિલાનો ધૂંધટ ખેંચતા કેમેરામાં કેદ થયાં હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે સમયે મંત્રીએ પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે, મહિલાને દીકરી સમજીને તેનો ધૂંધટ હટાવ્યો હતો અને ખોટી રીતે મને બદનામ કરવામાં આવી રહ્યો છે.

આ મંત્રી અગાઉ કોરોનામાં મૃત્યુના લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, દરરોજ અનેક લોકો મૃત્યુ પામે છે, જો લોકો વૃદ્ધ થાય તો તેમનું મૃત્યુ થાય જ. કોરોનામાં મંત્રીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં ઉપર તેમને ટ્રોલ કરવામાં આવ્યાં હતા.