બેંગ્લોરઃ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવું એક મૂંગા પશુ એવા શ્વાનને મોંઘુ પડ્યું છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિજયવાડામાં મહિલાઓના એક જૂથે એક ઘરની દિવાલ પર લગાવેલા મુખ્યમંત્રીના પોસ્ટરને શ્વાને ફાડી નાખ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) કાર્યકર મનાતી દાસારી ઉદયશ્રી વ્યંગ્યાત્મક રીતે પોલીસમાં ફરિયાદ કરાવી છે. તેમજ માંગણી કરી હતી કે, મુખ્યમંત્રીનું અપમાન કરનારા શ્વાન સામે કાર્યવાહી થવી જોઈએ.
તેમણે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે જગન મોહન રેડ્ડી માટે ખૂબ માન છે. આવા નેતાનું અપમાન કરનાર શ્વાને રાજ્યના છ કરોડ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. “અમે પોલીસને વિનંતી કરી છે કે, અમારા પ્રિય મુખ્યમંત્રીનું અપમાન કરનાર કૂતરાની ધરપકડ કરો.” જગન મોહન રેડ્ડીના ફોટાવાળુ સ્ટીકરને એક શ્વાન ફાડી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. સત્તાધારી YSR કોંગ્રેસ પાર્ટી (YSRCP) દ્વારા ઘર પર જગન્નાથ મા ભવિષ્યથુ (જગન અન્ના અમારું ભવિષ્ય) ના નારા સાથેનું સ્ટીકર ચોંટાડવામાં આવ્યું હતું. ટીડીપીના કેટલાક સમર્થકોએ તેમના સોશિયલ એકાઉન્ટ દ્વારા વીડિયો અપલોડ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના ફોટાવાળુ સ્ટીકર એક શ્વાન ફાડતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ વીડિયો ઉપર લોકો વિવિધ પ્રકારના અભિપ્રાય આપી રહ્યાં છે. દરમિયાન શ્વાન સામે પોલીસ ફરિયાદ થતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.