Site icon Revoi.in

ઓસ્ટ્રેલિયાની સંસદના સ્પીકરે પીએમ મોદીની કરી પ્રશંસા, રોકસ્ટાર સાથે PM મોદીને સરખાવ્યા

Social Share

દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ઊભારતે જી 20ની અધ્યક્ષતા કરી હતી અને તેની વિશ્વભરમાં ઘણી પ્રસંશાઓ પણ થઈ  જી 20 ની સફળતાપૂર્વક યજમાની કર્યા પછી, ભારત હવે P20 સમિટની અધ્યક્ષતા માટે તૈયાર છે. આ ઈવેન્ટનું આયોજન નવી દિલ્હીમાં 13 અને 14 ઓક્ટોબર 2023ના રોજ કરવામાં આવી રહ્યુુ છે.

 પી 20ની તૈયારીઓ દરમિયાન 13 ઓક્ટોબરે સંસદીય મંચનું આયોજન કરવામાં આવનાર છે. આ કોન્ફરન્સમાં 25 દેશોના પ્રમુખ અધિકારીઓ અને જી 20 સભ્ય દેશો અને આમંત્રિત દેશોના 10 ડેપ્યુટી સ્પીકર્સ ભાગ લેશે. કોન્ફરન્સમાં ભાગ લેતા પહેલા ઓસ્ટ્રેલિયન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર મિલ્ટન ડિકે ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધો પર ટિપ્પણી કરી હતી.

જાણકારી પ્રમાણે કર મિલ્ટન ડિકે કહ્યું કે , “હું સ્થિરતા, જળવાયુ પરિવર્તનના મુદ્દા પર વાત કરીશ. આપણા બંને દેશો માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. અમે અમારા વડાપ્રધાનની મુલાકાત બે વખત જોઈ છે અને વડાપ્રધાન મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત ઘણી સફળ રહી છે.

ઓસ્ટ્રેલિયા અને ભારત લોકશાહી પ્રત્યે પ્રેમ ધરાવે છે અને અમારી સંસદો હંમેશા મજબૂત બની રહી છે. અમે સ્પીકર ઓમ બિરલાને મળવા માટે આતુર છીએ, જેઓ વિશ્વભરમાં ખૂબ જ આદરણીય સ્પીકર છે. વધુમાં, તેમણે એમ પણ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લોકો વચ્ચેના સંબંધો પણ શ્રેષ્ઠ છે અને ઓસ્ટ્રેલિયા ભારત સાથે વધુ વેપાર માટે ખુલ્લું છે કારણ કે આ ક્ષેત્રમાં ભવિષ્ય મજબૂત છે.

 વઘુમાં તેમણે  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી પર જણાવ્યું કે  , ઓસ્ટ્રેલિયન રાજકારણીએ કહ્યું કે બંને દેશો લોકશાહી માટે પ્રેમ ધરાવે છે. સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બની રહ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારત સાથે વેપાર વિસ્તાર વધારવા માટે ઉત્સુકતા દાખવી રહ્યું છે.

એટલું જ નહી તેમણે પીએમ મોદીની લોકપ્રિયતાના વખાણ કરતા મિલ્ટન ડિકે કહ્યું, “મારા જીવનકાળમાં મેં વિશ્વના નેતા માટે અન્ય દેશોની જનતા તરફથી આટલો ઉત્સાહી સમર્થન અને પ્રેમ ક્યારેય જોયો નથી. વડાપ્રધાનની યજમાની કરવી આપણા દેશ માટે સૌભાગ્યની વાત છે.”

આ સહીત એક ઈવેન્ટ  દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝે પીએમ મોદીની સરખામણી પ્રખ્યાત રોક સ્ટાર બ્રુસ સ્પ્રિન્ગસ્ટીન સાથે કરી હતી. બંને દેશો લોકશાહી માટે પ્રેમ વહેંચે છે, મિલ્ટન ડિક તેમણે આગળ કહ્યું, “હું G20 ના અધ્યક્ષ તરીકે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરીશ, જેનું આયોજન ભારતે આ વર્ષે અદ્ભુત રીતે કર્યું છે.”