Site icon Revoi.in

ઉનાળાની ઋતુને લઈને રેલવેની ખાસ વ્યવસ્થા, 217 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની કરી જાહેરાત

Social Share

દિલ્હી : મુસાફરોની સુવિધા માટે અને વધારાના ધસારાને સંભાળવા માટે રેલવે આ ઉનાળાની ઋતુમાં 217 વિશેષ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 4,010 ટ્રીપ કરશે. રેલવે મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રેલ્વે માર્ગો દ્વારા દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે વિશેષ ટ્રેનોની યોજના બનાવવામાં આવી છે.

દક્ષિણ પશ્ચિમ રેલવે અને દક્ષિણ મધ્ય રેલવેએ અનુક્રમે 69 અને 48 વિશેષ ટ્રેનોની મહત્તમ સંખ્યાને સૂચિત કરી છે, જ્યારે પશ્ચિમ રેલવે અને દક્ષિણ રેલવેએ અનુક્રમે 40 અને 20 આવી વિશેષ ટ્રેનોને સૂચિત કરી છે.

પૂર્વ સેન્ટ્રલ રેલ્વે અને સેન્ટ્રલ રેલ્વે જેવા ઝોને દરેક 10 વિશેષ ટ્રેનોને સૂચિત કરી છે, જ્યારે ઉત્તર પશ્ચિમ રેલ્વેએ 16 ટ્રેનોને સૂચિત કરી છે. ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે રેલ મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળે છે અને સ્પેશિયલ ટ્રેનનો હેતુ ભીડભાડ ઘટાડવા અને મુસાફરીને સરળ બનાવવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉનાળાની ઋતુમાં મુસાફરો માટે સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા 217 વિશેષ ટ્રેનોના ઉમેરાને બિરદાવ્યો છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક ટ્વિટ શેર કરતા, વડાપ્રધાનએ ટ્વિટ કર્યું: “આ ઉનાળા દરમિયાન આરામ અને કનેક્ટિવિટી વધારશે.”