Site icon Revoi.in

દેશના તમામ રેલવે સ્ટેશનોની સાફ-સફાઈ ઉપર રખાશે વિશેષ ધ્યાન

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યા બાદ જાહેર સ્થળોની સાફ-સફાઈ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે.છેલ્લા કેટલાક દિવસોથી રેલવે સ્ટેશનો, રેલ પરિસરોમાં મોટી સંખ્યામાં લોકો શ્રમદાન કરીને સાફ-સફાઈ કરવામાં આવી રહી છે. રેલવે મંત્રાલય દ્વારા પણ તમામ રેલવે સ્ટેશનોની સાફ-સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

https://www.kooapp.com/profile/RailMinIndia

રેલવે મંત્રાલય દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, અમે રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં આરામદાયક પ્રવાસ અને સ્વચ્છતા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત ચેન્નાઈ સેન્ટ્રલ સ્ટેશનની કેટલીક તસ્વીરો શેયર કરી છે. તસ્વીરમાં પ્લેટફોર્મ એકદમ સાફ દેખાય છે.

રેલવે સ્ટેશનો ઉપર સાફ સફાઈની સાથે હાઈટેક સુવિધાઓ વધારવામાં આવી છે. આ સુવિધાઓથી સીધો લાભ પ્રવાસીઓને મળશે. મોટાભાગના રેલવે સ્ટેશનો ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત પ્રવાસીઓને વાઈફાઈની સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો કરાયાં છે. દરમિયાન તાજેતરમાં જ IRCTCએ રામ ભક્તો માટે ખાસ ભેટ આપી છે. ભારતીય રેલવે ભગવાન શ્રીરામના જીવન સાથે જોડાયેલા તમામ ધાર્મિક સ્થળોના દર્શન માટે ખાસ ટ્રેન દોડવામાં આવી રહી છે. આ ટ્રેન દિલ્હીથી નીકળી હતી. બીજી તરફ છઠ્ઠ મહાપર્વને લઈને ખાસ ટ્રેન પણ દોડાવવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા પ્રવાસીઓને યોગ્ય સુવિધાઓ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.