Site icon Revoi.in

દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ વધારવામાં આવી- વિશેષ સીબીઆઈ કોર્ટનો આદેશ

Social Share

દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.  ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.જો કે હવે ફરી એક વખત સત્યેન્દ્ર જૈનના મુશ્કેલી વધતી જોવા મળી રહી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે સોમવારે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી 14 દિવસ વધારી દીધી છે. કોર્ટે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ થવાને કારણે કસ્ટડીમાં હોવા છંત્તા પણ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નહતા અને ન તો પૂછપરછ કરાઈ  હતી.

ઉલ્લેખનીય છે કે મનીલોન્ડિરિંગ કેસ મામલે ઈડીએ 30 મેના રોજ મની  જૈનની ધરપકડ કરી હતી. આ પહેલા પણ  એપ્રિલમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ જૈનના પરિવાર અને કંપનીઓની રૂ. 4.81 કરોડની સ્થાવર મિલકતો જપ્ત કરી હતી. આમાં અકિંચન ડેવલપર્સ પ્રાઈવેટ લિમિટેડ, ઈન્ડો મેટલ ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડ અને અન્ય કંપનીઓની સંપત્તિનો સમાવેશ થાય છે.ત્યારે હવે સત્યેન્દ્ર જૈનની કસ્ટડી વધારાઈ છે.