Site icon Revoi.in

રામ નવમીએ વિશેષ દર્શન: સુરતમાં સોના-ચાંદીની રામાયણ દર્શન માટે મુકાઈ

Social Share

રામાયણની ગણતરી હિન્દુ ધર્મના પ્રખ્યાત અને મહાન ગ્રંથ તરીકે થાય છે. રામાયણ સાથે ગણા લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. 1977માં રામાયણ ખૂબ એનોખી રીતે લખાયું હતુ. આ રામાયણ સોના-ચાંદી, હીરા-મોતીની બનેલી હતા. આ કિંમતી રામાયણ આજે પણ હાજર છે.

4000 હીરા, માણેક અને નીલમણિનો પણ ઉપયોગ થયો છે
આ રામાયણ 530 પૃષ્ઠની છે. તેને લખવા માટે 222 તોલા સોનાની સાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમાં 10 કિલો ચાંદી, 4000 હીરા, માણેક અને નીલમણિ સહિત અન્ય કિંમતી રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ રામાયણના પુસ્તક પર જે વસ્તુ પડેલી છે, તે 5 કિલો ચાંદી છે.

રામાયણમાં છે ચાંદીથી બનેલા દેવી-દેવતા
રામાયણમાં સુખ્ય પાના પર જ શિવાજીની એક તોલાની ચાંદીની પ્રતિમાં બનાવવામાં આવી છે. સાથે અડધા તોલાના હનુમાનજી અને અડધા લોતાના ગણેશજી પણ પૃષ્ઠ ઉભરી આવતા હતા. આ રામાયણ બનાવવા માટે જર્મનથી કાગળ મંગાવવામાં આવ્યા હતા. આ એક ખાસ કાગળ છે તેને ધોયા પછી ફરી તેના પર લખી શકાય છે. આ રામાયણ આજેરોજ રામનવમીના દિવસે ભક્તો સામે ખુલ્લી મુકવામાં આવશે.

દર વર્ષે 3 દિવસ થાય છે દર્શન
આ રામાયણને માત્ર વર્ષમાં 3 વખત જ જોઈ શકો છો. પ્રથમ ગુરુ પૂર્ણિમાંના દિવસે બીજી વખત રામ જન્મોત્સવ અને ત્રીજી વખત દિવાળીના દિવસે. આ સિવાય રામાયણને જાહેરમાં મુકવામાં આવતી નથી. રામાયણને લોકરમાં સુરક્ષિત મૂકવામાં આવે છે.