- એક જ કૂકરમાં બને છે દાળ અને ભાત
- જે ઘરમાં 2 થી 4 લોકો છે તેના માટે આ ટ્રિક બેસ્ટ ઓપ્શન છે
સામાન્ય રીતે આપણે ત્યાં દાળ ભાત દરેક ઘરોમાં ખવાતા હોય છે.આ માટે ગૃહિણીઓ એક કૂકરમાં દાળ બાફે છે અને બીજી સાઈડના ગેસ પર તપેલી કે કૂકરમાં ભાત બનાવે છે, આમ ડબલ ગેસ બળે છે અને મહેનત પણ ડબલ થાય છે, તો આજો એક એવી ટ્રિક જોઈશું કે જેનાથી એકજ સમયમાં તમે ભાત બનાવીને દાળ પણ બાફી શકશો
જો તમારે હવે દાળ ભાત બનાવા હોય ત્યારે દાળ બાફવા માટે સામાન્ય કરતા મોટૂં કૂકરનો ઉપયોગ કરવો જોઈએ,
દાળમાં પાણી ,તેલ, હરદળ અને મીઠું ચોક્કસ નાખવું જોઈએ, હવે કૂકરને ગેસ પર રાખીદો,જ્યા સુધી એક ઊભરો આવે ત્યા સુધી
દાળમાં ઊભરો આવે ત્યા સુધી તમે જેટલા ભાત બનાવા છે એ માપમાં અને ખાસ આ કૂકરમાં આવી રહે તે માપમાં એક ડબ્બો લઈલો હવે આ ડબ્બામાં પાણી અને મીઠું નાખી દો, હવે ચોખાને ઘોઈને આ ડબ્બામાં નાખી દો,
હવે જ્યારે દાળમાં ઊભરો આવી ગયો હોય એટલે તેમાં ભાત વાળો જબ્બો રાખીદો, આ ડબ્બા પર ઢાંકણ પણ ઢાંકીદો
હવે કૂકરનું ઢાકંણું બંધ કરીદો, 3 થી 4 સીટિ વાગે એટલે ગેસ બંધ કરીને કૂકરમાંથી ડબ્બ ોકાઢીલો ,તમારો ભાત થઈ જશે તૈયાર, અને જો દાળ કાચી લાગે તો તેને ફરી બાફઈલો,
આમ ઓછા સમયમાં અને એક જ કુકરમાં તમે દાળ અને ભાત બન્ને બનાવી શકો છો,છે ને મજાની ટ્રિક ,આ ટ્રિક ખાસ ત્યારે કામ લાગે છે જ્યા ઘરમાં 2 થી 3 જણ માટે જ રસોી કરવાની હોય છે. આવી સ્થિતિમાં જલ્દી દાળ ભાત બની જશે.