રેલ્વે યાત્રીઓ માટે ખાસ – મુંબઈના કેટલાક સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં 5 રુપિયાનો વધારો
- પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધારો
- મહારાષ્ટ્રના રેલ્વે સ્ટેશનો પર યાત્રીોને ફટકો
- પ્લેટફોર્મની ટિકિટ દરોમાં 5 રુપિયા વધારાયા
મુંબઈઃ- ભારતીય રેલ્વે ટ્રેન ટિકિટથી લઈને પ્લેટફોર્મ ટિકિટના દરોમાં વધઘટ કરતું જોવા મળે છે ત્યારે હવે રેલ્વે યાત્રીઓ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે, જે લોકો પોતાના સગાવ્હાલાઓને મૂકવા માટે સ્ટેશન પર જાય છે તેમણ ેહવે પ્લેટફઓર્મ ટિકિટના દરોમાં 5 રુપિયા વધારે ચૂકવવા પડશે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે મધ્ય રેલવે ઝોને મુંબઈના ઘણા સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે. આ નવા દરો 9 મેથી લાગુ થઈ ગયા છે.રેલવેએ આ પસંદગીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટની કિંમત 10 રૂપિયાથી વધારીને 15 રૂપિયા કરી દીધી છે. એટલે કે હવે અહીંયા મુસાફરોએ પ્લેટફોર્મ ટિકિટ માટે 5 ગણા વધુ પૈસા ચૂકવવા પડશે.
જો કે આ ટિકિટના દરો 9 મે થી 23 મે સુધી જ લાગુ રહેશે. આ સ્ટેશનોમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, લોકમાન્ય તિલક ટર્મિનસ, થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશનનો સમાવેશ થાય છે.
રેલ્વેનું આ બાબતે કહેવું છે કે આ ચેઈન પુલિંગ કોઈ યોગ્ય કારણ વગર કરવામાં આવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે મુસાફરો મોડા આવવા અથવા સ્ટેશનની બહાર ઉતરવા માટે થોડી ખેંચાણ કરે છે. મધ્ય રેલવેએ આવી ઘટનાઓને લઈને કડકતા દાખવી છે.
જાણકારી પ્રમાણે 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધીમાં મુંબઈ ડિવિઝનમાં ચેઈન પુલિંગના 332 કેસ નોંધાયા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી માત્ર 53 કેસ એવા છે જેના માટે યોગ્ય કારણ છે, જ્યારે 279 કેસ બિનજરૂરી કારણોસર થયા છે. જેને લઈને હવે રેલ્વેએ પ્લેટફોર્મ ટિકિટના દર ચોક્કસ દિવસો સુધી જ વધારવાનો નિર્ણય લીધો છે જે નવા દર આજથી લાગૂ કરવામાં આવ્યા છે.