સાહીન મુલતાની-
- ગૃહિણીઓ માટે જાણવા જેવી ટિપ્સ
- શાક તીખુ થઈ જાય તો તેમાં લીંબુનો રસ એડ કરી લો
- કોઈ પણ શાકને ઘટ્ટ કરવા માટે તેમાં મગફળીનો પાવડર એડ કરો
- ડૂંગરી કાપતા વખતે તેને પાણીમાં પલાળી દો જેથી તમારી આંખ નહી બરે
સામાન્ય રીતે દરેક ઘરની ગૃહિણીઓ પોતાના ઘરને સાફ સુતરું રાખતી હોય છે, કિચનની વાત કરીએ તો કીચનમાં ગૃહિણીઓ ખાસ ધ્યાન આપતી હોય છે. કિચન એ ગૃહિણીઓ માટેની ફેવરીટ જગ્યા છે કે જેઓ આ સ્થળે તેમની ભોજન બનાવાની કળાને ખીલવી શકે છે, પરંતુ જો કિચનમાં નાની નાની ટિપ્સને જાણી લે તો ગુહિણીઓનું કામ તદ્દન સરળ બની જશે, તો ચાલો જણીએ આવી કેટલીક અવનવી ટિપ્સ.
અપનાવો તમારા કિચનમાં આ ટિપ્સ
- બટાકાની ચીપ્સ તળીને તમે તેનું ચટપટૂ કાતરીવાળું શાક બનાવી શકો છો
- ફિગંર ચીપ્સમાં મસાલા એડ કરીને ગ્રેવી વાળું શાક સ્વાદિષ્ટ બનશે
- જ્યારે પણ કોઈ પણ શાકનો વઘાર કરો ત્યારે તેલમાં હળદર નાંખી દો જેનાથી તેલના છાંટા ઓછા ઉડશે
- કોઈ પણ શાકને ગ્રેવી વાળું બનાવવા માટે પહેલાથી ગ્રેવી બનાવી ફ્રિજમાં એડ કરીલો આ ગ્રેવીમાં કાજુ, મગફળીના દાળા,તજ,લવિંગ,કોપરું અને ખસખસને મિક્સરમાં ક્રસ કરીને બનાવવી
- શાકમાં ટામેટૂં નાખવું હોય અને ઘરમાં ન હોય કત્યારે એક ટમચી ટામેટા શોસનો ઉપયોગ કરી લેવો
- કોરા શાકમાં એક બે ચમચી દહી નાંખવાથઈ શાક સ્વાદિષ્ટ બનશે
- જ્યારે પણ ડૂંગરી સમારવા બેસો ત્યારે પહેલા ડૂંગળઈને પાણીમાં પલાળી દો જેથી તમારી આંખ નહી બરે.
- વટાણાં, લીલા ચણા વગેરે લીલા દાણાના રાંધ્યા બાદ પણ તેનો રંગ અવોજ રાખવા માટે તેમાં રાંધતી વખતે ચપટી ખાંડ નાંખી દો.
- ટામેટા પર તેલ લગાવીને શેકવાથી તેની છાલ તરત નીકાળી શકાશે.
- ઘંઉના લોટમાં અજમો,તેલ મીઠૂં અને લીલા ધાણા નાખીને લોટ બાંઘીને રોટલી ખુબ જ મસાલેદાર બનશે, જે ચા સાથે ખુબ જ સરસ લાગે છે
- કોઈ પણ શાક વધારે પડતું તીખું બની જાય તો તેમાં લીબુંનો રસ એડ કરી લો
- દુધ બગડી જાય કે ફાટી જાય ત્યારે તેને નવસેકુ ગરમ કરીને લીબું નીચવીને કોટનના કાપડમાં ગાળી લો જેથી આ માવામાંથી પનીર તૈયાર થશે.