રેલ્વે યાત્રીઓ માટે ખાસ વાંચવા જેવું – રાત્રે 10 વાગ્યા બાદ ટીટીઈ દ્વારા ટિકિટ ચેક કરવાનો કોઈ નિયમ નથી
- રેલ્વે યાત્રીઓને ટીટીઈને ડિસ્ટર્બ કરવાનો કોી અધિકાર નથી
- યાત્રી સુતા હોઈ તો તેને ખલેલ પહોંચાડી શકાય નહી
- રાત્રે 10 વાગ્યા બાદ ટિકિટ ચેક કરી શકાતી નથી
દિલ્હીઃ- સામાન્ય રીતે આપણે અવાર નવાર ટ્રેનની મુસાફરી તો કરતા જ હોઈશું, પરંતુ આપણે ઘણા બધા રેલ્વેના નિયમોથી અજાણ છીએ અને એટલા જ કારણએ જ્યારે આપણે રાત્રે ભરપુર ઊંઘમાં સૂતા હોઈએ છીએ ત્યારે ટીટીઈ આવીને આપણાને ખલેલ પહોંચાડે છે, જો કે આ રેલ્વેના નિયમોમાં આવતું નથી, અર્થાત ટીટીઈ કોઈ સુતેલા વ્યક્તિની ટિકિટ રાત્રે ચેક કરી શકે નહી.
રેલ્વેના નિયમ પ્રમાણે મુસાફરની પરવાનગી વગર તેમને કોઈ ડિસ્ટર્બ કરવાનો અધિકાર હોતા નથી,ટિકિટ એક્ઝામિનર એટલે કે ટીટીઆ સૂતી વખતે તમારી ટિકિટ ચેક કરી શકતા નથી. આવી તો ઘણઈ બધી વાતો નિયમો સાથે ડોજાયેલી છે જેનાથી ઘણા પેસેન્જરો અજાણ છે તો ચાલો કેટલીક એવી મહત્વની વાતો પર નજર કરીએ.
જ્યારે આપણે સફરમાં હોઈએ છીએ ત્યારે મોડી રાત્રે ટીટીઆ તમને જગાડે છે અને તમને તમારી ટિકિટ અથવા ID બતાવવાનું કહે છે. જો કે આ નિયમોની વિરુદ્ધ છે કારણ કે ટીટીઈ રાત્રે 10 વાગ્યા બાદ કોી પણ યાત્રીને આ રીતે ડિસ્ટબ્ર કરી શકે નહી, ટીટીઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યાની વચ્ચે જ ટિકિટનું વેરિફિકેશન કરવાનું હોય છે. જો કે આ વાતથી અજાણ પેસેન્જરો ટિટિઈની ખોટી માથાકૂટનો ભોગ બને છે.
આ સાથે જ જો તમે રાચ્રે 10 વાગ્યા પછી કોઈ ટ્રેનમાં ચઢ્યા હોવ ત્યારે આ નિયમ લાગૂ પડતો નથી ત્યારે તમારે ઊંઘમાંથી પણ ટિકિટ બતાવી પડે છે. અને આઈડી પણ ચેક કરવામાં આવે તો તમારે કરાવી પડે છે.
રાત્રે સિટ પર સુવાના બાબતે પણ નિયમો રેલવે બોર્ડે બનાવ્યા છે, મિડલ બર્થ પર સૂતા મુસાફરો માટે ખાસ નિયમો છે. ઘણી વખત ટ્રેન શરૂ થતાં જ મુસાફરો બર્થ ખોલી દે છે. જેના કારણે લોઅર બર્થવાળા પેસેન્જરને ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ રેલવેના નિયમો અનુસાર મિડલ બર્થ ધરાવનાર પેસેન્જર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ પોતાની બર્થમાં સૂઈ શકે છે.આ વચ્ચે જો કોઈ યાત્રી દલીલ કરે તો તમે તચેને અટકાવી શકો છો.
આ સાથે જ ક્યારેક જો તમે તમારી ટ્રેન ચૂકી જાઓ છો, તો ટીટીઈ આવનાર બે સ્ટોપ માટે અથવા પછીના એક કલાક માટે તમારી સીટ અન્ય કોઈ પેસેન્જરને આપી શકતા નથી.ત્રણ સ્ટોપ પસાર કર્યા બાદ જ તમારી સીટ અન્યને ફાળવવામાં આવે છે.ત્યા સુધી તેના પર તમારો જ અધિકાર હોય છે.