ગુજરાતમાં 108 ઈમરજન્સી સેવાને ઉત્તરાણના દિને 3810 કોલ મળ્યા
અમદાવાદ, 15 જાન્યુઆરી 2026: રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ અકસ્માતો અને મેડિકલ ઈમરજન્સીની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. ‘108’ ઈમરજન્સી સેવા દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, 14મી જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 3,810 ઈમરજન્સી કોલ મળ્યા હતા, જે ગયા વર્ષની તુલનાએ વધુ હતા. […]


