- દિલ્હીમાં પોસીલની ટિમો તૈયાર
- મંદિર મસ્જીદની બહાર તંત્ર રહેશે સજ્જ
- માર્કેટોમાં ભીડ ન થવા દેવાના આદેશ
- રમજાન અને નવરાત્રીને લઈને લોકોની ભીડ જમા ન થાય તે રાખશે ધ્યાન
દિલ્હી – દેશભરમાં કોરોના મહામારી અને વધતા કોરોનાના સંક્રમણ વચ્ચે નવરાત્રી અને પવિત્ર રમજાન મંગળવારથી શરૂ થઈ રહ્યો છે. દેશના ઘણા રાજ્યો ઉપરાંત રાજધાનીમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે, આ તહેવારોની વચ્ચે, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર માટે જનતા પાસે નિયમોનું પાલન કરવાવું એક મોટો પડકાર સાબિત થાય છે.
દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ કહે છે કે કોરોનાને અટકાવવા માટે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના દિશા નિર્દેશોને ખાસ લાગુ કરવામાં આવશે. આ માટે, દિલ્હીના દરેક જિલ્લામાં પોલીસની ખાસ ટીમો બનાવવામાં આવી છે, જે 24 કલાક દરેક કવિસ્તારો પર નજર રાખશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ સાથે જ નાઇટ કર્ફ્યુ પણ લાગુ કરવામાં આવશે. હાલમાં કોઈ પણ ધાર્મિક સ્થળ બજારોમાં અથવા અન્ય કોઈ સ્થળોએ ભીડ એકત્રીત કરવા માટે પરવાનગી આપવામાં આવી નથી. નિયમોનું ભંગ કરનારા સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યું કે નવરાત્રી અને રમઝાનની ખરીદી માટે બજારોમાં ધસારો જોવા મળે છે. દરેક જિલ્લાના ડીસીપીએ પોલીસને પોતપોતાના ક્ષેત્રના પ્રભારીને બોલાવ્યા હતા અને માર્ગદર્શિકા જારી કરી દીધી છે.
તમામ જિલ્લાના ડીસીપીઓએ પોતે મંદિર, મસ્જિદ, અમન સમિતિ, આરડબ્લ્યુએ, એમડબ્લ્યુએ, મહોલ્લા રિફોર્મ કમિટી સાથે મુલાકાત કરી હતી અને ડીડીએમએના આદેશનું પાલન કરવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. આ સિવાય સોશિયલ મીડિયા અને વાતચીતના અન્ય માધ્યમો દ્વારા લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પોલીસના આ અભિયાનને સામાન્ય લોકોનો સાથ અને સહયોગ પણ મળી રહ્યો છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે 10 થી 15 ટીમો બનાવીને જૂદી જૂદી જગ્યાઓ પર અચાનક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય માસ્ક નહીં પહેરનારા, સામાજિક અંતરનું પાલન ન કરતા અને જાગેર સ્થળો પર થૂંકનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટી તંત્ર પણ પોતાની ટીમો બનાવી નિયમો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે.
સાહીન-