ઠંડીની સિઝનમાં વેઈટલોસ કરતા લોકો માટે ખાસ ટિપ્સ, આટલી વસ્તુનું સેવન વજન ઉતારવામાં કરશે તમારી મદદ
સામાન્ય રીતે અનેક લોકો મેદસ્વિતાપણાથી પરેશાન થઈ રહ્યા છે, આજની ભાગદોડ વાળી લાઈફમાં પોતાના ખોરાક પ્રત્યે પુરતુ ધ્યાન ન આપવાના કારણે તેમજ જમવાના અસ્ત વ્યસ્ત સમયના કારણે પણ ચરબી વધતી હોય છે, અને એ પણ હાલર શિયાળો ચાલી રહ્યો છે એટલે સવારે જલ્દી ઉઠવું મોટા ભાગના લોકોને ગમતુ નથી, ત્યારે જો આવા સમયે તમે પેટની ચરબીને દૂર કરવા માંગો છો તો તમારે આ ચાર વસ્તુનું સેવન કરવું જોઈએ જે શિયાળામાં ગરમી તો આપે જ છે સાથે શરીરને તંદુરસ્ત પણ રાખે છે અને તમારી પેટની ચરબીને ઓછી કરવામાં મદદરુપ બને છે.
ગાજર– જો તમે વધુ પડતી ચરબી ને કારણે પરેશાન થઈ ગયા છો હવે તમે ગાજર ખાવાનું ચાલુ કરી દ્યો અથવા તો ગાજરનું જ્યુસ કરીને પીવાથી પણ તમારા શરીર ની ચરબી સાવ ઘટી જાય છે.આ માટે થોડા ગાજરને છોલીને તેને નાના નાના ટુકડા કરીને પસી તેને મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેને એકદમ ઘટ્ટ જ્યુસ બનાવીને પીવાથી ખુબજ ફાયદો થાય છે.આ ગાજરનું જ્યૂસથી તમારી ચરબી ઓગળી જાય છે. આ ઉપાય તમારે દરરોજ સવારે કરવાથી ખુબજ ફાયદો થાય છે.
લીલા પાંદડાવાળા શાકભાજી: જો તમે દરરોજ શિયાળામાં વધુ પડતા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાનું રાખશો તો તમારી વધુ પડતી ચરબીને રિમૂવ કરવામાંમ તમને મદદ મળશે. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી તમારું સ્વાસ્થ્ય એકદમ તંદુરસ્ત રહેશે. લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી તમારું વધુ પડતું વજન પણ સાવ કંટ્રોલમાં આવી જશે.
જામફળ:શિયાળામાં જામફળ ખૂબ આવતા હોય છે, માર્કેટમાં તે સરળતાથી મળી રહે છે જામફળ એ તમારા શરીરમાં વધુ પડતું ફાયબરનું પ્રમાણ વધારે છે જેનાથી તમારા શરીરમાં ડાયજેસ્ટીવ સીસ્ટમ મજબુત બનાવે છેતમારા શરીરમાં વધુ પડતું ફેટનું પ્રમાણ જામફળના જ્યૂસ અથવા તેના સેવનથી ઘટી જાય છે. માટે તમારે બને એટલા વધુ જામફળ ખાવાનું રાખવું જોઈએ.
તજ : શઇયાળામાં મોટા ભાગે ગરમ મસાલા ખાવામાં આવે છે તજ પણ તેમાંથી એક છે તજનું સેવન કરવાથી આરોગ્ય તંદુરસ્ત રહેવાની સાથે તે ખૂબ ગુણકારી છે.તજનો પાવજર બનાવી તેમાં મધ ઉમેરીને દરરોજ સવારે ખાવાથઈ તે પેટની ચરબીને દૂર કરવામાં મદદ કર છેખાસ કરીને તજમાં સિનસામાલ્ડીહાઈડ તત્વ રહેલું હોવાથી તે તમારા શરીરના વધુ પડતી ચરબીયુક્ત આંતરડાની પેશીઓને એકદમ મજબુત કરે છે. જેનાથી તમારા શરીરની ચરબી ઘટે ઠે
ગરમ પાણી અને મઘ – શિયાળાની સવારે જાગીને સૌ પહેલા એક ગ્લાસ હુંફાળું ગરમ પાણીમાં 1 ટમચી મધ નાખીને પીવું જોઈએ ગરમ પાણી અને મધથછી વધારાની ચરબી ઘટે છઠે અને પેટ પણ સાફ રહે છે