Site icon Revoi.in

25 એપ્રિલે અમદાવાદથી દાનાપુર અને બાન્દ્રા ટર્મિનસથી ભગત કી કોઠી વચ્ચે વિશેષ ટ્રેન શરૂ થશે

Social Share

અમદાવાદ: કોરોનાકાળમાં લોકો દ્વારા ટ્રેનમાં મુસાફરી વધારે પસંદ કરવામાં આવી રહી છે. ભારતીય રેલવે વિભાગે કોરોનાકાળમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે હવે ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપક કુમાર ઝાએ મીડિયાને જણાવ્યું કે મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને 25 એપ્રિલથી અમદાવાદથી દાનાપુર અને બાન્દ્રા ટર્મિનસથી ભગત કી કોઠી વચ્ચે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવશે.

દિપક કુમાર ઝાએ વધારે જણાવ્યું કે આ ઉપરાંત બંન્ને ટ્રેનો  સંપૂર્ણ આરક્ષિત રહેશે. તે દરમિયાન, આ વિશેષ ટ્રેન બંને દિશામાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સીટી, હિંદૌન શહેર, ભરતપુર, અચનેરા, મથુરા જંકશન, કાસગંજ, ફર્રુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલતાનપુર, જોનપુર, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર અને આરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને સ્લીપરના રિઝર્વ કોચ હશે.

બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 25 એપ્રિલ 2021 રવિવારે 20:00 કલાકે ભગત કી કોઠી થી ઉપડશે અને સોમવારે 14:10 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તે દરમિયાન, આ વિશેષ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન અને પાલી મારવાડ સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચ હશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન કોવિડ -19 થી સંબંધિત તમામ ધોરણો અને એસઓપી અનુસરવા વિનંતી કરી છે.

(દેવાંશી)