Site icon Revoi.in

ઓખાથી અરૂણાચલ પ્રદેશના નાહરલગુન સુધી ખાસ ટ્રેન 7મીએ રવાના થશે, 11મી માર્ચે પહોંચશે

Social Share

રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા  ગુજરાતના ઓખા  અને અરૂણાચલ પ્રદેશના નાહરલગુન  વચ્ચે સ્પેશિયલ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન 7મી માર્ચના રોજ રાત્રે 10 કલાકે ઓખાથી ઉપડશે. અને શુક્રવારે સાંજે 4 કલાકે નાહરલગુન પહોંચશે. જ્યારે 11મી માર્ચ શનિવારના રોજ ટ્રેન નાહરલગુનથી સવારે 10.00 કલાકથી રવાના થશે અને મંગળવારે બપોરે 03.35 વાગ્યે ઓખા પહોંચશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ઓખા- નાહરલગુન વચ્ચે દોડનારી ટ્રેન બંને દિશાઓમાં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા સહિતના સ્ટેશન પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લિપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે. આ ટ્રેનના બુકિંગનો પ્રારંભ થયો છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, દક્ષિણ રેલવેના મદુરાઈ યાર્ડમાં નૉન-ઈન્ટરલોકિંગ કામગીરી, મદુરાઈ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે, રાજકોટ ડિવિઝનની ઓખા-રામેશ્વરમ આંશિક રીતે રદ રહેશે. 28 ફેબ્રુઆરીના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન ઓખા-રામેશ્વરમ ઓખાથી સેલમ સ્ટેશન જશે. આ ટ્રેન સેલમ-રામેશ્વરમ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ ટ્રેન નમક્કલ, કરુર, ડિંડીગુલ, મદુરાઈ, મનમદુરાઈ, પરમાકુડી, રામનાથપુરમ, મંડપમ અને રામેશ્વરમ નહીં જાય. જ્યારે 3 માર્ચના દેવબંદ સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરીના લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ ડાઇવર્ટ રૂટ પર દોડશે આ ટ્રેન ઓખાથી નવી દિલ્હી-તિલક બ્રિજ-દિલ્હી શાહદરા-નોલી-શામલી-ટપરી થઈને ચાલશે. તેમજ ગાઝિયાબાદ, મોદીનગર, મેરઠ સિટી, મુઝફ્ફરનગર અને દેવબંદ સ્ટેશન પરથી ટ્રેન દોડશે નહીં. જ્યારે ઓખા નાહરલગુન ટ્રેન ઓખાથી 7મી માર્ચે ઉપડીને 11મી માર્ચે નાહરલગુન પહોંચશે, આ ટ્રેનનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.