Site icon Revoi.in

ઉધના-ભાવનગર વચ્ચે 27મી ઓગસ્ટ સુધી દોડશે સ્પેશ્યલ ટ્રેન

Social Share

 ભાવનગરઃ સુરત શહેરમાં સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના હજારોની સંખ્યામાં પરિવારો વસવાટ કરી રહ્યા છે. અને સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમીના તહેવારોમાં માગદે વતન આવતા હોય છે. ઉપરાંત ભાવનગરનો હીરા ઉદ્યોગ સુરત સાથે સંકળાયેલો છે. આથી ઉધના-ભાવનગર વચ્ચે ખાસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અને તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે.

પશ્વિમ રેવલે દ્વારા ઉધના-ભાવનગર વચ્ચે જન્માષ્ટમીના તહેવારોના ટ્રાફિકને પહોંચી વળવા માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ઉધના અને ભાવનગર ટર્મિનસ વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. કુલ 8 રાઉન્ડ ચલાવવામાં આવી રહ્યા છે. ટ્રેન નંબર 09021 ઉધના-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ દર સોમવારે ઉધનાથી 22.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 ઓગસ્ટ સુધી ચાલશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09022 ભાવનગર ટર્મિનસ – ઉધના સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી દર મંગળવારે 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે ઉધના પહોંચશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ ટ્રેન 27 ઓગસ્ટ સુધી ચાલશે.સુરતથી મુસાફરી કરતા તમામ મુસાફરોએ સ્થાનિક રેલ્વે પ્રશાસન પાસે માગણી કરી હતી કે, આ ટ્રેન નિયમિત દોડાવવામાં આવે જેથી તેમને સુરતથી ભાવનગર જવા માટે આ ટ્રેનના રૂપમાં બીજો વિકલ્પ પણ મળી શકે. જોકે, પશ્ચિમ રેલવે પ્રશાસન હાલમાં આ ટ્રેનને સ્પેશિયલ ટ્રેન તરીકે ચલાવી રહ્યું છે. આ ટ્રેન બંને તરફ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહે છે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ છે.