Site icon Revoi.in

હોળીના ટ્રાફિકને પહોંચી વળવા વિશેષ ટ્રેન દોડાવશે, બુકિંગ શરૂ કરાયું

Social Share

અમદાવાદઃ હોળી-ધૂળેટીના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ. ઉત્તર પ્રદેશ અને બિહારના ગુજરાતમાં વસવાટ કરતા લોકો હાળી-ધૂળેટીના પર્વે પોતાના માદરે વતન જતા હોય છે. જેને લઈને ટ્રેનોમાં ફુલ રિઝર્વેશ થઈ જતાં રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રાજ્યમાં હોળીની ધામધૂમથી ઊજવણી કરવા માટે લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  ગુજરાત બહારથી આવતા લોકો પણ પોતાના વતનમાં હોળીની ઊજવણી કરવા માટે પ્લાન બનાવી રહ્યા છે. જો કે ટ્રેનોમાં એડવાન્સ બુકીંગ થવાના કારણે છેલ્લી ઘડીએ ટીકીટ બુક થતી નથી. ત્યારે પ્રવાસીઓની સુવિધા વધારવા માટે પશ્ચિમ રેલવે દ્વારા હોળી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. પ્રવાસન ઘસારાને જોતા 3 વિશેષ ટ્રેન દોડાવાશે. મુંબઈ સેન્ટ્રલ-જયપુર-બોરીવલી, બાંદ્રા ટર્મિનસ-ભગત કી કોઠી-બોરીવલી, અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર-બાંદ્રા ટર્મિનસ વચ્ચેના વિશેષ ભાડા પર હોળી સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે.

અમદાવાદ રેલવે ડિવિઝનના સૂત્રોએ જણાવ્યું હતું કે હોળી વિશેષ ટ્રેન માટે   બુકિંગ શરૂ થઈ ગયું છે. પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને IRCTC વેબસાઇટ પર શરૂ થયું છે. જો કે ટ્રેનો વિશેષ ભાડા સાથે સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેનો તરીકે દોડશે અને મુસાફરોએ કોરોનાની ગાઈડલાઈન પાલન કરવાનું રહેશે ટ્રેન નંબર 09039 મુંબઈ સેન્ટ્રલ – જયપુર સુપરફાસ્ટ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી બુધવાર, 16મી માર્ચ, 2022ના રોજ 23.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.25 કલાકે જયપુર પહોંચશે. ટ્રેન નંબર 09040 જયપુર – બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ ગુરુવાર, 17મી માર્ચ, 2022ના રોજ જયપુરથી 21.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.10 કલાકે બોરીવલી પહોંચશે.  આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ અને ફુલેરા સ્ટેશનો પર ઉભી રહેશે.  આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2 ટાયર અને એસી 3 ટાયર કોચ હશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 09035 બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સુપરફાસ્ટ સ્પેશિયલ 16મી માર્ચ, 2022 બુધવારના રોજ 11.00 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 04.00 કલાકે ભગત કી કોઠી પહોંચશે.  એ જ રીતે ટ્રેન નંબર 09036 ભગત કી કોઠી – બોરીવલી સુપરફાસ્ટ સ્પેશિયલ ભગત કી કોઠી ગુરુવાર, 17મી માર્ચ, 2022ના રોજ 11.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.15 કલાકે બોરીવલી પહોંચશે.  આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, જાલોર, મોકલસર, સમદરી અને લુની સ્ટેશનો પર ઉભી રહેશે.  આ ટ્રેનમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ હશે. ટ્રેન નંબર 09005 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ સોમવાર, 14મી માર્ચ, 2022ના રોજ 21.45 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09006 ભાવનગર ટર્મિનસ – બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ બુધવાર, 16મી માર્ચ, 2022ના રોજ સવારે 10.10 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.25 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.  આ ટ્રેન બંને બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. (file photo)