1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દ્વારકાથી મદુરાઈ અને મદુરાઈથી વેરાવળ વચ્ચે 19મી એપ્રિલથી ખાસ ટ્રેન દોડાવાશે,
દ્વારકાથી મદુરાઈ અને મદુરાઈથી વેરાવળ વચ્ચે 19મી એપ્રિલથી ખાસ ટ્રેન દોડાવાશે,

દ્વારકાથી મદુરાઈ અને મદુરાઈથી વેરાવળ વચ્ચે 19મી એપ્રિલથી ખાસ ટ્રેન દોડાવાશે,

0
Social Share

રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળા વેકેશન દરમિયાન વધતા ટ્રાફિક સામે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાતથી ઉત્તર ભારત, મધ્ય ભારત અને દક્ષિણ ભારતના મુખ્ય શહેરોમાં જતી મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. એટલે રેલવે દ્વારા વધારાની ખાસ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં દ્વારકાથી મદુરાઈ અને મદુરાઈથી વેરાવળ માટે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.આ ટ્રેનનું બુકિંગ શરૂ કરાયું છે. અને પ્રવાસીઓએ વધુ માહિતી માટે રેલવે ઈન્કવાયરીનો સંપર્ક સાધવા જણાવાયું છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ દ્વારકાથી મદુરાઈ અને મદુરાઈથી વેરાવળ સ્પેશિયલ ટ્રેનની 21 ટ્રિપ્સ દોડાવાશે. ટ્રેન નંબર 06302 દ્વારકા-મદુરાઈ સ્પેશિયલ દરરોજ 22.40 કલાકે દ્વારકાથી ઉપડશે અને ચોથા દિવસે 10.30 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન 19થી 29 એપ્રિલ સુધી ચાલશે.એ જ રીતે ટ્રેન નં. 06301 મદુરાઈ – વેરાવળ સ્પેશિયલ દરરોજ 17.40 કલાકે મદુરાઈથી ઉપડશે અને ચોથા દિવસે 07.30 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 14થી 23 એપ્રિલ સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, અકોલા, પૂર્ણા, નાંદેડ, કાચીગુડા, રેનીગુંટા, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને દિંડુક્કલ સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લિપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે. ટ્રેન નંબર 06302 માટે બુકિંગ માટે આજથી એટલે કે 13મી એપ્રિલથી પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર ખૂલી છે. આ ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે.વધુ માહિતી www.enquiry.indianrail.gov.in પરથી મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code