Site icon Revoi.in

લદ્દાખ સીમા પર કરેલી અટકળ ચીનને ભારે પડી – ભારતમાં કરવામાં આવતી નિકાસમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો

Social Share

દિલ્હીઃ-ચાલુ વર્ષના મે મહિના દરમિયાન લદ્દાખ સીમા વિવાદ વકર્યો હયો , ચીન તરફથી ભારતીય સેનાના 20 જેટલા જવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા ત્યારથી દેશમાં ચીનના માલવ સામાનનો બહિષ્કાર કરવાની માંમગ ઉઠી હતી, પિરણામે ચીનમાંથી ભારતમાં લાવવામાં આવતી તમામે તમામ ચીજ વસ્તુઓમાં વિતેલ મહિના દરમિયાન 13 ટકા ઘટોડા નોંધાયો છે.

વર્ષ 2019માં દેશએ ચીન પાસેથી 92068 અબજનો માલ સામાનની ખરીદી કરી હતી હતી.  ત્યારે તેની સરખામણી પ્રમાણે હવે વર્ષ 2020ના  11 મહિનાની અંદર આ વેપાર ઘટ્યો છે, જે હવે 78 અબજ ડૉલર્સનો થઇ ચૂક્યો હતો. એટલસે કહી શકાય ચે ચીન તરફથી લદ્દાખ સરહદ પર કરવામાં આવેલું અટકચાળું ચીનને જ ભારે પરડી રહ્યું છે, ઉલ્લેખનીય છે કે ચીન ઘમઈ બધી ચીજ વસ્તુઓ ભારતને નિકાસ કરતું હતું

મળતી માહિતી પ્રમાણે ચીનના કસ્ટમ્સ ડ્યૂટી વિભાગ દ્વારા વર્ષ 2020ના 11 મહિનાના આ આંકડાઓ રજુ કર્યા હતા,  દર્શાવવામાં આવેલા આંકડાઓ પ્રમાણે આ મહિનાના જાન્યુઆરીથી લઈને નવેંબર મહિના સુધીમાં ચીને ભારતમાં માત્રને માત્ર 59 અબજ ડૉલર્સની નિકાસ કરી છે. ત્યારે વિતેલા વર્ષ 2019માં આ સમાન  સમયગાળામાં વચ્ચે ચીને 13 ટકા વધારે નિકાસ કરી હતી. ભારત તરફથી ચીનને મળતી આવકમાં હવે આ 11 મહિના દરમિયાન ચોખ્ખો ઘટાડો થયો છે,અર્થાત ચીનને ખોટ વર્તાઈ રહી છે.

સાહિન-