પરિણામો પછી, અજિત પવાર જૂથના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મુંબઈની ટ્રાઇડન્ટ હોટલમાં યોજાઈ હતી. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સર્વાનુમતે કહ્યું હતું કે ભલે લોકસભાના પરિણામો સારા નથી આવ્યા પણ તેઓ અજિત પવારની સાથે જ રહેશે. તેમને કોઈ નહીં છોડે. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે તે બેઠકમાં ધારાસભ્યોએ એવો પણ દાવો કર્યો હતો કે તેમાંથી કોઈ પણ શરદ પવારની પાર્ટીના સંપર્કમાં નથી.
લોકસભા ચૂંટણીના પરિણામો એવા ન આવ્યા જેવા અજીત પવાર વિચારી રહ્યા હતા.. અજીત પવાર નાયબ મુખ્યમંત્રીના પદ પર હોવા છતા તેમની પત્ની સુનેત્રા પવાર ચૂંટણી હારી ગયા. . તેમણે પોતાની પત્ની સુનેત્રા પવારને બારામતી લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. શરદ પવાર જૂથે આ બેઠક પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા હતા.. સુપ્રિયા સુલે અજિત પવારની પિતરાઈ બહેન છે. સુપ્રિયા સુલેએ સુનેત્રા પવારને મોટા અંતરથી હરાવ્યા હતા.
મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો પછી અજિત પવારના ધારાસભ્યો શરદ પવારના જૂથના સંપર્કમાં હોવાની અટકળો ચાલી રહી હતી. જયંત પાટિલે આ આરોપોને હવા આપવાનું કામ કર્યુ હતું. શરદ પવાર જૂથના નેતા જયંત પાટિલે એમ પણ કહ્યું હતું કે તેમનો ફોન ખૂબ વ્યસ્ત હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે કોને લેવા, કોને ન લેવા તે યોગ્યતાના આધારે નક્કી કરવામાં આવશે.
જ્યાં સુધી અજિત પવાર જૂથની વાત છે તો પાર્ટીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અમે એકજૂથ છીએ. મહારાષ્ટ્ર એનસીપીના વડા સુનીલ તટકલેએ કહ્યું, “અમે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી સંપૂર્ણ તાકાત સાથે લડીશું. સુનીલ તટકરે આ વખતે લોકસભાની ચૂંટણી જીતનાર અજીત પવાર જૂથના એકમાત્ર નેતા છે. તેઓ રાયગઢથી પક્ષના ઉમેદવાર હતા