Site icon Revoi.in

સ્પાઈસ જેટના પ્લેનનું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ, કેબીનમાંથી નીકળ્યો ધુમાડો

Social Share

દિલ્હી: સ્પાઈસ જેટના વિમાને દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. દિલ્હીથી જબલપુર જઈ રહી હતી ત્યારે વિમાનની કેબિનમાંથી ધુમાડો નીકળતો જોઈને પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

રિપોર્ટ મુજબ, દિલ્હી-જબલપુર સ્પાઈસજેટ એરક્રાફ્ટ (SG-2962)ને શનિવારે સવારે દિલ્હી એરપોર્ટ પર પરત લેન્ડિંગ કરવાનું હતું જ્યારે કેબિન ક્રૂએ 5,000 ફૂટની ઉંચાઈએ ઉડતા પ્લેનની અંદર ધુમાડો નીકળતો જોયો.સ્પાઈસ જેટના પ્રવક્તાએ કહ્યું કે,તમામ મુસાફરોને દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યા છે.

સૌરભ છાબડાએ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. સાથે તેણે લખ્યું કે આજે સવારે તેને આ ઘટનાનો સામનો કરવો પડ્યો.એવું લાગે છે કે સ્પાઇસ જેટ હવે મુસાફરી માટે અસુરક્ષિત છે.એકવાર મુસાફરો ગભરાવા લાગ્યા, તેઓ દિલ્હી પાછા ફર્યા. પ્લેનમાં આગ લાગી હતી. સદનસીબે અમે સુરક્ષિત છીએ તેણે એમ પણ લખ્યું કે તે લાંબા સમયથી ફ્લાઇટની રાહ જોઈ રહ્યો છે પરંતુ સ્પાઈસજેટ પાસે બેકઅપ નથી.