Site icon Revoi.in

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્પોર્ટસ મીટ, વિવિધ રમતોમાં અધિકારીઓ-કર્મચારીઓએ ભાગ લીધો

Social Share

અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સતત કાર્યરત રહેતા પોલીસ કર્મચારીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુદ્રઢ બને તે માટે શહેર પોલીસના કર્ચારીઓ અને અધિકારીઓ માટે સ્પોર્ટ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કર્મચારીઓની ઈન્ટર ટુર્નામેન્ટની  અલગ-અલગ રમતોમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો છે, પોલીસ કમિશનર જીએસ માલિક પણ ફૂટબોલ રમ્યા હતા. શહેરમાં લો એન્ડ ઓર્ડરમાં પકડ ધરાવતા અધિકારીઓ પણ આ ટીમમાં સામે હતા.

મેગાસિટી એવા અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સિથિ જાળવવા માટે શહેર પોલીસના જવાનો સતત વ્યસ્ત રહેતા હોય છે. જાહેર રજાના દિવસોમાં પણ પોલીસની કામગીરી વધા જતી હોય છે. સતત ફરજ બનાવતા હોવાને કારણે ઘણા પોલીસ જવાનો માનસિક અને શારીરિક થાક અનુભવતા હોય છે. ત્યારે કામના ભારણ વચ્ચે પોલીસ જવાનોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સુદૃઢ બને એ પણ જરૂરી છે. ત્યારે રમત-ગમત હંમેશા શારીરિક ફિટનેસ, શિસ્ત અને ખેલની ભાવના – મનોબળને વધારવા માટે મુખ્ય ભૂમિકા ભજવી છે. અમદાવાદ શહેર પોલીસમાં આંતરિક સ્તરે રમત- ગમતની પ્રતિભાને અને કૌશલ્યને બહાર લાવવા અને રમત-ગમતમાં પોલીસનો રસ વધારવા માટે ‘અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ-2024’ નું આયોજન કરાયું છે.

અમદાવાદ શહેર પોલીસ પોલીસ કર્મચારીઓની ઈન્ટર ટુર્નામેન્ટની અલગ-અલગ રમતોમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમાં પોલીસ કમિશનર જીએસ માલિક પણ આજે સવારે ફૂટબોલ રમ્યા હતા. શહેરમાં લો એન્ડ ઓર્ડરમાં પકડ ધરાવતા અધિકારીઓ પણ આ ટીમમાં સામે હતા.  આ સમગ્ર ટુર્નામેન્ટની અલગ-અલગ રમતોમાં ફૂટબોલની મેચમાં ખૂબ જ રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા હતા. કોન્સ્ટેબલ કક્ષાના જવાનો શહેરના ટોચના અધિકારીઓ એક સાથે  રમત રમતા હોય એવા દ્રશ્ય  જોવા મળ્યા હતા અને તેમાં પણ ખાસ કરીને ઝોનની ટીમની સામે પોલીસ કમિશનરની ટીમ હારી ગઈ હતી. આ રમતોત્સવમાં શહેરના સેક્ટર 2 બ્રિજેશ ઝા, સ્પેશિયલ બ્રાન્ચના અજય ચૌધરી અને પીસીબી પીઆઇ એમ સી ચૌધરી પણ સામેલ હતા.