- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આગામી મહિને યોજાશે વન-ડે સીરિઝ
- સિલેક્શન કમિટી રોહિત શર્માના રિકવર થવાની છેક સુધી રાહ જોશે
- જો તે ઇજાને કારણે નહીં રમી શકે તો કે એલ રાહુલને ટીમનો કેપ્ટન બનાવાશે
નવી દિલ્હી: અત્યારે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા ટૂર પર છે અને અત્યારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. આ ટેસ્ટ સીરિઝ બાદ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 19, 21 અને 23 જાન્યુઆરીએ વનડે સીરિઝ રમાવવાની છે. હવે BCCIએ વનડે ટીમ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે.
જો કે ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી એ છે કે રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી સાઉથ આફ્રિકા વિરુદ્વ વનડે સીરિઝમાં તેનું રમવું મુશ્કેલ લાગી રહ્યું છે. રોહિત શર્મા વનડે સિરીઝમાંથી બહાર થઇ શકે છે. રોહિત શર્મા કેપ્ટન તરીકે પ્રથમવાર ટીમ ઇન્ડિયા માટે વનડે રમવાના હતા પરંતુ હવે તે પણ મુશ્કેલ લાગી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા જ રોહિત શર્માને હૈમસ્ટ્રિંહમાં ઇજા પહોંચી હતી અને આ સમયે તે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશન કરી રહ્યા છે. રોહિત શર્મા અત્યાર સુધી ફિટ નથી માટે તે સાઉથ આફ્રિકા વન ડે સીરિઝ માટે ટીમ ઇન્ડિયાના એલાનમાં વિલંબ થઇ રહ્યો છે. પસંદગી સમિતિ અંતિમ સમય સુધી રોહિત શર્માના રિકવર થવાની પ્રતિક્ષા કરી રહી છે.
વનડે સીરિઝ માટે આગામી 30 અથવા 31 ડિસેમ્બરના રોજ ભારતીય ટીમની જાહેરાત થઇ શકે છે અને ત્યાં સુધી જો રહિત ફિટ નહીં થાય તો તેમની જગ્યા પર કે એલ રાહુલને વન ડે સીરિઝ માટે ભારતીય ટીમનો સૂકાની બનાવવામાં આવે તેવી સંભાવના છે.