ભાવનગરના ટેમ્પો ચાલકનો પુત્ર રમી શકે છે IPL, મુંબઇ ઇન્ડિયન્સ ટીમે ટ્રાયલ માટે બોલાવ્યો
- IPLમાં વધુ એકવાર ગુજરાતનું નામ રોશન થશે
- IPLમાં ભાવનગરનો ક્રિકેટર રમી શકે છે
- ભાવનગરના ચેતન સાકરિયાને મુંબઇ ઇન્ડિયન્સે ટ્રાયલ માટે બોલાવ્યો છે
ભાવનગર: IPLમાં વધુ એકવાર ગુજરાતનું નામ રોશન થશે કારણ કે IPLમાં વધુ એક ગુજરાતી ક્રિકેટર જોવા મળી શકે છે. ભાવનગરનો ક્રિકેટર IPLમાં મુંબઇની ટીમમાં રમી શકે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગરનો ક્રિકેટર IPLમાં મુંબઇની ટીમમાં રમી શકે છે. ભાવનગરના ચેતન સાકરિયાને મુંબઇ ઇન્ડિયન્સે ટ્રાયલ માટે બોલાવ્યો છે. હાલ ચેતન સાકરિયા સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજી મેચ રમી રહ્યો છે.
ક્રિકેટનો બાળપણથી શોખ
ચેતન સાકરિયા વરતેજ ગામનો રહેવાસી છે. સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો, પરંતુ એક તબક્કે આર્થિક સંકટને કારણે ક્રિકેટનું સપનુ રોળાય જાય તેવા વિકટ સંજોગો ઉપસ્થિત થયા હતા પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલું રખાવ્યું. બસ, અહીંયાથી ચેતને ક્યારેય પાછુ વળીને જોયું નથી અને આ વખતે IPL ઓક્શનમાં હોટ પ્રોપર્ટી બની શકે છે.
22 વર્ષીય ફાસ્ટ બોલરે આ વખતે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં 4.90ના ઇકોનોમી રેટથી રન આપતાં 12 વિકેટ લીધી હતી.
શું કહે છે ચેતન
પોતાની જર્ની વિશે ચતને કહ્યું કે, મે 13-14 વર્ષની ઉંમરે રમવાનું શરૂ કર્યું હતું. મારા પપ્પા ટેમ્પો ચલાવતા હતા અને મમ્મી ઘર ગૃહિણી છે. હું બાળપણથી ભણવામાં સારો હતો અને પરિવારની ઇચ્છા હતી કે, હું ભણું અને આગળ જઇને અધિકારી બનું. હું 12 સાયન્સ પાસ છું પણ એ પછી આગળ ભણી શક્યો નથી.
(સંકેત)