Site icon Revoi.in

એબી ડિવિલયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરશે કમબેક, કોચ માર્ક બાઉચરે આપ્યા સંકેત

Social Share

નવી દિલ્હી: એ બી ડેવિલિયર્સ સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમનો સૌથી ધૂંઆધાર બેટ્સમેન છે. એબી ડિવિલિયર્સ ફરીથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક કરે તેવી સંભાવના છે. થોડાક સમય પહેલા સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે પણ તેની વાપસીના સંકેત આપ્યા હતા. તે ઉપરાંત ખુદ એબી ડિવિલિયર્સે પણ ટીમમાં કમબેક કરવાની ઇચ્છા દર્શાવી હતી. હવે સાઉથ આફ્રિકાના ક્રિકેટ ડાયરેક્ટર ગ્રીમ સ્મિથે પણ આ અંગે સંકેત આપ્યા છે.

ગુરુવારે ગ્રીમ સ્મિથે જાહેરાત કરી હતી કે સાઉથ આફ્રિકાની ટીમ આગામી મહિને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જશે. ત્યાં સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમાશે. સ્મિથે પણ સંકેત આપ્યા છે કે ડિવિલિયર્સ પણ સાઉથ આફ્રિકાની ટીમ તરફથી એક વખત રમતમાં જોવા મળશે.

ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડાયરેક્ટર ગ્રીમ સ્મિથે સાઉથ આફ્રિકી ટીમના વેસ્ટઇન્ડિઝ પ્રવાસ અંગે પુષ્ટિ કરી છે. જો કે, મેચ ક્યાં સ્ટેડિયમમાં રમાશે તે અંગે કશુ નિર્ધારિત નથી થયું. સ્મિથે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, ઇમરાન તાહિર, મોરિસ અને એબી ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે.

એબી ડિવિલિયર્સની કારકિર્દી

એબી ડિવિલિયર્સની ક્રિકેટ ઇનિંગ વિશે વાત કરીએ તો તે 15 વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા તરફથી 114 ટેસ્ટ, 228 વનડે અને 78 ટી-20 મેચ રમી ચૂક્યો છે. ડિવિલિયર્સની વનડે અને ટેસ્ટ એવરેજ 50 કરતા વધારે હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે કુલ 47 સદી ફટકારી હતી. ડિવિલિયર્સે IPLમાં પણ 6 ઇનિંગ્સમાં 207 રન બનાવ્યા હતા. તેણે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

(સંકેત)