1. Home
  2. ગુજરાતી
  3. સૉફ્ટવેર એન્જિનિયરથી લઇને ભારતના પેરા-બેડમિંટન સ્ટાર સુધી – માનસી જોશી
સૉફ્ટવેર એન્જિનિયરથી લઇને ભારતના પેરા-બેડમિંટન સ્ટાર સુધી – માનસી જોશી

સૉફ્ટવેર એન્જિનિયરથી લઇને ભારતના પેરા-બેડમિંટન સ્ટાર સુધી – માનસી જોશી

0
Social Share

અમદાવાદ: આપણે જીવનમાં અનેકવાર નાની નાની બાબતોથી પણ વ્યથિત થઇ જતા હોય છે અને ચિંતિત પણ થઇ જતા હોય છે. વાતાવરણ સાનુકૂળ ના હોવું, ભોજન સ્વાદિષ્ટ ના હોવું, થોડું ઇજાગ્રસ્ત થઇ જવું જેવી ક્ષુલ્લક બાબતોમા પણ આપણે એટલા વ્યથિત થતા હોય છે કે સમસ્યાને પહાડ જેવી માની લઇએ છીએ. એક તરફ જ્યારે આપણે જીવનની નાની નાની સમસ્યાઓથી ચિંતિત છીએ ત્યારે બીજી તરફ જીવનમાં સતત નવું શીખતા રહેતા વ્યક્તિ માનસી જોશી છે જે એક પેરા બેડમિન્ટન ખેલાડી છે.

માનસી જોશી એક ભારતીય પેરા-બેડમિન્ટન ખેલાડી, વર્તમાન વિશ્વ ચેમ્પિયન તેમજ એક ચેંજમેકર પણ છે.

ઑક્ટોબર 2020માં માનસીને ટાઇમ મેગેઝીન દ્વારા નેક્સ્ટ જનરેશન લીડર 2020ની યાદીમાં સૂચીબદ્વ કરવામાં આવી હતી અને એશિયા કવર પર પણ તે ચમકી હતી. જેથી તે વિશ્વની પહેલી પેરા-એથ્લીટ તરીકે પત્રિકાના કવર પર આવનારી પ્રથમ ભારતીય એથ્લીટ બની.

એક દુર્ઘટનાને કારણે માનસીને પોતાનો ડાબો પગ ગુમાવ્યો, જો કે તેનાથી તે જરા પણ વિચલીત થયા નહીં અને જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. માર્ગમાં અનેક વિધ્નો હતા પરંતુ દરેક વિધ્નોનો ખંતપૂર્વક સામનો કરીને માર્ગમાં વિજયકૂચ કરતી રહી. માનસીની આ યાત્રા પ્રેરણાદાયક છે. આજે આ પૉડકાસ્ટ નિનાદ તેમજ અંત:કરણ સાથેના ઇન્ટરવ્યૂમાં માનસી આપણને તેના જીવનથી પરિચીત કરાવે છે જેને તેણીને આંતરરાષ્ટ્રીય પેરા-બેડમિન્ટનના વિશ્વથી માહિતગાર કર્યા.

સવાલ – દિવ્યાંગ હોવા ઉપરાંત રમતમાં આગળ વધવું અને એક ચેંજમેકર તરીકે સમાજમાં તમારે કઇ પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો છે અને આ પડકારોને તમે કેવી રીતે મ્હાત આપી?

જવાબ  – ડિસેમ્બર, 2011માં થયેલી એક ભયાનક દુર્ઘટના બાદ, મારા પગને કાપવાનો એક માત્ર વિકલ્પ બચ્યો હતો. આ ખૂબ જ કઠીન હતું પરંતુ હું જાણતી હતી કે વિકલાંગ વ્યક્તિ તરીકે જીવન જીવવું એ મૃત્યુ કરતાં તો બહેતર જ છે. મને ખબર હતી કે આવું થશે અને એટલે મે વ્યાવહારિક રહેવાનું પસંદ કર્યું. હું હંમેશા સારું કરી રહી છું તેવું આશ્વાસન હંમેશા મારા માતા-પિતાએ આપ્યું છે અને તેનાથી મારો સ્વભાવ પણ સકારાત્મક બન્યો છે. આ પ્રકારનો ઉછેર વ્યક્તિને કઠીન સમય માટે તૈયાર કરે છે.

સવાલ – રમત-ગમતમાં વિકલાંગ લોકોની ભાગીદારી વધારવા માટે ભારત સરકારે ક્યાં પ્રકારના પગલાં લેવાની આવશ્યકતા છે?

જવાબ – રમત મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરે વધુમાં વધુ ટૂર્નામેન્ટનું આયોજન કરવું જોઇએ તેમજ રાજ્યો દ્વારા પણ વધુમાં વધુ રાજ્ય સ્તરે ટૂર્નામેન્ટ યોજાય તે માટે પ્રયાસ કરવા જોઇએ. વધુમાં વધુ એથ્લીટો સામે આવે તે જરૂરી છે અને તેઓને અનેક સુવિધાઓથી વંચિત રખાય છે જેની સામે અવાજ ઉઠાવવો જોઇએ. જ્યારે વધુમાં વધુ પેરા-એથ્લીટ પોતાની જરૂરિયાતો મેળવી લેશે ત્યારે બધુ સારું થશે.

સવાલ – એથ્લીટોમાં ફિટનેસનું મહત્વ કેટલું છે અને તમે ક્યાં પ્રકારની ફિટનેસ રૂટિનનું પાલન કરો છો?

જવાબ – હું મોટા ભાગ પગ અને કોરને મજબૂત કરવાનું, સંતુલન અને સમન્વય પર વર્કઆઉટ વધારે કરું છું. હું રોજીંદી કસરતમાં પણ યોગને સામેલ કરું છું. દિવસ દરમિયાન વર્કઆઉટ ઉપરાંત શરીરને આરામ આપું છું.

સવાલ – આપનું આગામી લક્ષ્ય શું છે, જેના માટે આપ અત્યારથી તૈયારી કરો છો?

જવાબ – આગામી દરેક ટૂર્નામેન્ટ માટે મે તૈયારીઓ શરૂ કરી છે અને હું મારું 100 ટકા આપવા માટે પ્રતિબદ્વ છું. આ સાથે જ અન્ય પેરા-એથ્લીટ સાથે કામ કરવા પણ આતુર છું અને તેઓને પ્રોત્સાહિત કરવા ઇચ્છુક છું.

માનસીએ કોર્ટમાં અભૂતપૂર્વ ઉપલબ્ધિઓ હાંસલ કરવા ઉપરાંત પોતાના અનુકરણીય અભિગમ અને વાતના માધ્યમથી ભારતમાં પેરા એથ્લીટ સમુદાય માટે પણ પોતે આગળ આવી છે.

માનસી પોતાની ધીરજ, સંકલ્પ અને આકર્ષક સ્મિતથી હરહંમેશ દરેકનું દિલ જીતતી રહે તેવી અંત:કરણપૂર્વક શુભેચ્છા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code