Site icon Revoi.in

અંશુ મલિકની સિદ્વિ, વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશીને ઇતિહાસ રચ્યો

Social Share

નવી દિલ્હી: વર્લ્ડ ચેમ્પિયનશીપ ફાઇનલમાં અંશુ મલિકે ઇતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની છે. તેણીએ જુનિયર યુરોપિયન ચેમ્પિયન સોલોમિયા વિંકને હરાવી હતી.  આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયનને અપસેટ કરનારી સરિતા મોર સેમિફાઇનલમાં પરાસ્ત થઇ હતી. સેમિફાઇનલમાં અંશુની શરૂઆત દમદાર રહી હતી અને 57 કિલો વર્ગની ફાઇનલમાં જીત હાંસલ કરી હતી.

અગાઉના મેચોની વાત કરીએ તો અંશુએ કઝાકિસ્તાનની નિલુફર રેમોવાને પરાસ્ત કરી હતી. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં મંગોલિયાની દેવાચિમેગ એરખેમ્બાયરને 5-1થી હરાવી હતી. બલ્ગેરિયાની બિલીયાના ઝિવકોવાએ સરિતાને હરાવી હતી.
સરિતાએ દમદાર પ્રારંભ કરતા પહેલા રાઉન્ડ બાદ 7-0ની લીડ મેળવી હતી. લિન્ડાએ બીજા પીરિયડ ટેકઓડાઉનમાંથી બે પોઇન્ટ એકત્ર કર્યા હતા, પરંતુ ભારતે તેની લીડ જાળવી રાખીને જીત મેળવી હતી. સરિતા અને જર્મનીની સાન્દ્રા પારુઝેવસ્કી વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ ખૂબ નજીક હતી.

નોંધનીય છે કે, 72 કિલોગ્રામ કેટેગરીમાં કેસેનિયા બુરાકોવાએ દિવ્યા કાકારાને હરાવી હતી, પરંતુ તે જાપાનના અંડર 23 વર્લ્ડ ચેમ્પિયન માસાકો કુરુઇચે સામે તકનિકી કુશળતાથી હારી ગઇ હતી.