Site icon Revoi.in

ભારતની શાન, ભારતીય મહિલા કુસ્તીબાજ અંશુ મલિકે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જીત્યો સિલ્વર મેડલ

Social Share

નવી દિલ્હી: ભારતીય મહિલા પહેલવાન અંશુ મલિકે ભારતનું નામ રોશન કર્યું છે. નોર્વેમાં રમાઇ રહેલી, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીતીને ઇતિહાસ સર્જ્યો છે. તે ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી છે. ફાઇનલમાં અંશુ મલિકે અમેરિકાની ટોક્યો ઓલિમ્પિક-2020 બ્રોન્ઝ મેડલ વિજેતા હેલન લુઇસ મારૌલિસેને 4-1થી હરાવી હતી. અંશુ આ સાથે 57 કિલો વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.  આ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર અંશુ મલિક પ્રથમ મહિલા કુસ્તીબાજ બની છે.

આપને જણાવી દઇએ કે અગાઉ ચાર ભારતીય મહિલા કુસ્તીબાજોએ મેડલ જીત્યા છે પરંતુ તમામને બ્રોન્ઝ મળ્યા છે. ગીતા ફોગાટે 2012માં બ્રોન્ઝ, 2012માં બબીતા ફોગાટ, 2018માં પૂજા ધાંડા અને 2019માં વિનેશ ફોગાટ જીત્યા હતા. અંશુ વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર ત્રીજા ભારતીય રેસલર છે. તેમના પહેલા, સુશીલ કુમાર અને બજરંગ પુનિયાએ આ સિદ્વિ હાંસલ કરી છે.

અંશુ મલિકે ગેમ દરમિયાન સકારાત્મક શરૂઆત કરી હતી. તે બીજા પીરિયડ બાદ 1-0થી આગળ હતી, પરંતુ હેલને બીજા પીરિયડ પર પ્રભુત્વ જમાવ્યુ હતું. હેલેને અંશુનો હાથ પકડ્યો અને પછી ટેકડાઉન મૂવ સાથે 2-1ની લીડ લીધી.

તેણે અંશુના જમણા હાથને છોડ્યો નહીં અને વધુ બે પોઈન્ટ સાથે 4-1 થી આગળ થઇ ગઇ હતી. ડિફેન્ડિંગ એશિયન ચેમ્પિયન અંશુ દર્દમાં દેખાતી હતી. પરંતુ અમેરિકન રેસલરે તેની પકડ ઢીલી પડવા દીધી ન હતી અને ભારતીય રેસલરને હરાવીને જીત મેળવી હતી.