Site icon Revoi.in

આ વર્ષે IPL 2021માં સચિનનો પુત્ર અર્જુન તેંડુલકર જોવા મળી શકે છે, આ છે બેઝ પ્રાઇઝ

Social Share

મુંબઇ: આ વખતે આઇપીએલ ટૂર્નામેન્ટ યોજાવા જઇ રહી  ત્યારે IPLની 18 ફેબ્રુઆરીના રોજ નિલામી થશે. આ નિલામીમાં કુલ 1097 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સચિનના પુત્ર અર્જુન તેંડુલકર અને એસ. શ્રી સંત સહિતના ખેલાડીઓ પર બોલી લાગશે.

IPL 2021ની નિલામીમાં 1097 ખેલાડીઓએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સચિન તેડુંલકરના પુત્ર અર્જુન અને એસ. શ્રીશાંત સહિતના ખેલાડીઓ પર બોલી લાગશે. BCCI અનુસાર IPLની આગામી નિલામીમાં કુલ 814 ભારતીય તેમજ 283 વિદેશી ખેલાડીઓએ નિલામી માટે તેમના નામ આપ્યા છે.

તો આગામી આઇપીએલમાં અર્જુન તેંડુલકર ક્રિકેટના મેદાનમાં રમતો જોવા મળી શકે છે. ઓલરાઉંડર અર્જુન તેંડુલકરે IPL 2021ની નિલામીમાં તેનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે અને તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે અર્જુન આઇ.પી.એલની ચેમ્પિયન ટીમ મુંબઇ ઇન્ડિયન્સનો નેટ બોલર રહ્યો છે. આ વર્ષે તે મુંબઇ અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી તરફથી રમ્યો છે. લેફ્ટ આર્મ ફાસ્ટ અર્જુનનું પ્રદર્શન ખાસ નોંધપાત્ર રહ્યું નથી.

નોંધનીય છે કે ખેલાડીઓની નિલામી ભારત અને ઇંગ્લેન્ડની બીજી ટેસ્ટના 1 દિવસ પછી બપોરે 3 વાગ્યે શરૂ થશે. જેમાં કિંગ્સ ઇલેવન પંજાબ સૌથી વધુ 53.20 કરોડની ધનરાશિ સાથે નિલામીમાં ઉતરશે. રોયલ ચેલેન્જર બેંગ્લોર (35.90 કરોડ), રાજસ્થાન રોયલ્સ (34.85), ચેન્નાઇ સુપર કિંગ્સ (22.90 કરોડ),મુંબઇ ઇન્ડિયન્સ (15.35 કરોડ), દિલ્લી કેપિટલ્સ (12.9 કરોડ) તથા કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ બંન્ને (10.75 કરોડ) સાથે ઓક્શનમાં પોતાની ટીમના ખેલાડીઓ ખરીદી કરશે.

(સંકેત)