એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને 4-3થી કર્યું પરાસ્ત, બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો
- એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાનને કર્યું પરાસ્ત
- રોમાચંક મુકાબલામાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું
- આ સાથે ભારતે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો
નવી દિલ્હી: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પોતાના કટ્ટર હરીફ એવા પાકિસ્તાનને મ્હાત આપી છે. એક રોમાંચક મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 4-3થી પરાજય આપીને બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે.
પાકિસ્તાનને હરાવીને ટીમ ઇન્ડિયાએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે અને હવે ટીમ ઇન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ભારતીય ટીમને સેમિફાઇનલમાં જાપાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ મેચમાં ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું.
આ રોમાંચક મુકાબલાની વાત કરીએ તો પહેલા હાફમાં પ્રથમ હાફથી બંને ટીમો વચ્ચે દમદાર ટક્કર જોવા મળી હતી. મેચની ત્રીજી મિનિટમાં ભારતે શાનદાર પ્રદર્શન સાથે પ્રથમ ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ ફટકારીને ટીમ ઇન્ડિયાને 1-0થી સરસાઇ અપાવી હતી. પાકિસ્તાને પણ હાર માની ન હતી અને શાનદાર પુનરાગમન કરીને સ્કોરને 1-1થી બરોબરી લાવવા માટે પાછો ફર્યો હતો. આ ગોલ અફરાઝે કાઉન્ટર એટેક કર્યો હતો. બંને ટીમોએ બીજા હાફમાં સંપૂર્ણ તાકાત લગાવી હતી પરંતુ આ ક્વાર્ટરમાં એક પણ ગોલ કરી શકી ન હતી.
પાક માટે અબ્દુલ રાણાએ બીજો ગોલ ખૂબ જ સરળતાથી કરીને ટીમને 2-1થી સરસાઈ અપાવી હતી. ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા જ ભારતે મેચમાં અદભૂત પુનરાગમન કર્યું હતું, જેમાં સુમિતે સમયના અંત પહેલા જ ગોલ ફટકારીને ભારતને મેચમાં પાછું લાવી દીધું હતુ. હવે સ્કોર 3-3થી બરોબરી પર હતો.
મેચના છેલ્લા અડધા ભાગમાં પાક.એ મેચના છેલ્લા અડધા ભાગમાં ભારતીય ટીમે પાકિસ્તાનને ચાલવા દીધું ન હતું. મેચ પૂરી થવાના થોડા સમય પહેલા જ ભારતે ત્રીજો ગોલ કર્યો હતો. વરુણ કુમારે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો. અક્ષયદીપ સિંહે ભારત માટે ચોથો ગોલ ફટકારીને ભારતની જીત નક્કી કરી હતી.