Site icon Revoi.in

ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા ટૂર પર, આ પહેલા લેવાયો આ નિર્ણય

Social Share

નવી દિલ્હી: અત્યારે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકાની ટૂર પર છે. સાઉથ આફ્રિકામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થવા જઇ રહી છે.

ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં 3 ટેસ્ટ અને 3 વન-ડે મેચની શ્રેણી રમવાની છે. સીરિઝનો પ્રથમ મુકાબલો 26 ડિસેમ્બરના રોજ થશે. ટેસ્ટ સીરિઝના પ્રથમ મેચ પહેલા BCCI અને ક્રિકેટ સાઉથ આફ્રિકાનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે.

અત્યારે સમગ્ર વિશ્વમાં ઓમિક્રોન વેરિએન્ટનો ફફડાટ વધ્યો છે ત્યારે હવે કોવિડને ધ્યાનમાં રાખીને હવે સ્ટેડિયમમાં ફેન્સના મેચ દરમિયાન પ્રવેશ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવી છે. જ્યારે સાઉથ આફ્રિકામાં સરકારની તરફથી વેક્સિન લગાવનાર 2 હજાર ફેન્સને આવવાની પરવાનગી આપવામાં આવી છે.

બાયો બબલ તેમજ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને બોર્ડે આ નિર્ણય કર્યો છે,. CSA એ કહ્યું કે, હવે સીરિઝની ટિકિટ નહીં વેચવામાં આવે.

કોવિડના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી પ્રવાસ કોઇપણ મુશ્કેલી વગર પૂરો કરવામાં આવી શકે.

આ પહેલા સીએસએએ જણાવ્યું હતું કે ટી20 MSLને કોવિડ-19 મહામારીના કારણે બીજી વખત રદ્દ કરી દેવામાં આવી છે. એમએસએલનું આયોજન ફેબ્રુઆરીમાં થશે. પરંતું બોર્ડે કહ્યું છે કે કોવિડના ઓમિક્રોન વેરિએન્ટના પ્રસાર બાદ ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકાની યાત્રા પર પ્રતિબંધના કારણે તેને આ ટૂર્નામેન્ટને રદ્દ કરવી પડી.