- ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે થશે રવાના
- આ પહેલા તેઓના ઘરે જ RT-PCR ટેસ્ટ કરાવમાં આવશે
- બોર્ડ તમામ ખેલાડીઓને બે સપ્તાહ માટે મુંબઇમાં ક્વોરન્ટીન રાખશે
મુંબઇ: ભારતીય ટીમ બીજી જૂને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. અહીંયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પણ રમશે. જો કે ઇંગ્લેન્ડના પ્રવાસે જતા પહેલાં ભારતીય ટીમના દરેક ખેલાડીએ વેક્સિનનો પ્રથમ ડોઝ લેવો જરૂરી હોવાથી ઘણા ભારતીય ખેલાડીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ જતા પહેલા દરેક ખેલાડીઓનો કોરોનાનો ટેસ્ટ પણ આવશ્યક છે ત્યારે હવે ઇંગ્લેન્ડ જનારા દરેક ખેલાડીઓનો કોરોના RT-PCR ટેસ્ટ તેમના ઘરે જ થશે. BCCI તમામ ખેલાડીઓના ઘરે મેડિકલ ટીમો મોકલીને ખેલાડીઓ અને ઘરના તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાવશે. આગામી કેટલાક દિવસોમાં તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ કરાવાશે. કોઇપણ ખેલાડીને વિધ્ન ના નડે તે માટે બોર્ડે આ પગલું ભર્યું છે.
હાલમાં BCCI યુકે સરકારના આરોગ્ય મંત્રાલયની એડવાઇઝરીની પ્રતિક્ષામાં છે. બોર્ડને આ અંગે ICC પાસેથી માહિતી પ્રાપ્ત થશે. જો કે, બોર્ડ તમામ ખેલાડીઓને બે સપ્તાહ માટે મુંબઇમાં ક્વોરન્ટીન રાખશે. ખેલાડીઓએ 18-19 જૂને ભેગા થઇ શકે છે, જેથી તેઓ સમયસર ક્વોરન્ટીન પૂર્ણ કરી શકે.
આપને જણાવી દઇએ કે ઇંગ્લેન્ડના પ્રવાસે રવાના થતા પહેલા ખેલાડીઓ અને સભ્યોના ત્રણ ટેસ્ટ કરાવાશે. જે બાદ તેઓ આઇસોલેશનમાં પણ તેમના સતત ટેસ્ટ કરવામાં આવશે. IPL દરમિયાન બાયો બબલમાં પણ કોરોના કેસ સામે આવ્યા બાદ BCCIએ આઇસોલેશનના નિયમો વધુ સખ્ત કર્યા છે. ટૂર પર જનારા 90 ટકા ખેલાડીઓને રસી અપાશે.
(સંકેત)