1. Home
  2. ગુજરાતી
  3. IPL 2021ના બાકીના મેચો ક્યારે રમાશે? જાણો શું કહ્યું BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ
IPL 2021ના બાકીના મેચો ક્યારે રમાશે? જાણો શું કહ્યું BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ

IPL 2021ના બાકીના મેચો ક્યારે રમાશે? જાણો શું કહ્યું BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ

0
Social Share
  • IPL 2021ની બાકીની મેચોની અનિશ્વિતતા વચ્ચે BCCI ઉપાધ્યક્ષે આપ્યું નિવેદન
  • IPLનું આયોજન 15 સપ્ટેમ્બરથી 15 ઑક્ટોબરની વચ્ચે થશે
  • IPL બાદ ટી 20 વર્લ્ડકપનું આયોજન થવાની સંભાવના

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે IPL 2021 સ્થગિત થયા બાદ બાકીના 31 મેચોને રમાડવાની તારીખોને લઇને હજુ પણ અનિશ્વિતતા પ્રવર્તી રહી છે ત્યારે આ વચ્ચે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ તારીખોને લઇને સંકેત આપ્યા છે.

BCCI IPLની બાકી રહેલી 31 મેચોને પૂર્ણ કરવા માટે કટિબદ્વ છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી સહિતના ઉચ્ચ અધિકારીઓ ગત સપ્તાહે UAE પહોંચ્યા હતા. IPLને લઇને તૈયારીઓ માટેની જરૂરી કાર્યવાહી પણ કરી હતી. સાથે જ ICC અને અમિરાત ક્રિકેટ બોર્ડ સાથે પણ વાટાઘાટો કરી હતી. ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પણ ત્યાં હાજર રહ્યાં હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, IPLનું આયોજન 15 સપ્ટેમ્બરથી 15 ઑક્ટોબરની વચ્ચે થશે. જે ટૂર્મામેન્ટ T20 વર્લ્ડકપ પહેલા રમાશે. જો કે હજુ ICCએ અધિકૃત રીતે તારીખોની જાહેરાત નથી કરી. T20 વર્લ્ડકપના આયોજન હક BCCI પાસે છે.

ટી 20 વિશ્વ કપ ભારતમાં આયોજીત કરવો કે યુએઇમાં તેનો નિર્ણય આગામી 28 જૂને લેવાઇ શકે છે. 18 ઑક્ટોબરથી ટી 20 વિશ્વકપ શરૂ થવાની સંભાવના છે. આમ IPL સમાપનના ત્રણ દિવસ બાદ જ ટી 20 વર્લ્ડ કપ શરૂ થાય તેવી સંભાવના છે. BCCI જુલાઇમાં જ T 20 વિશ્વ કપની તારીખ અને સ્થાનનું એલાન કરી શકે છે.

T20 વિશ્વકપ અને IPL વચ્ચે ઓછો સમયગાળો રહેવાને લઇને પણ ઉપાધ્યક્ષ શુકલાએ જવાબ આપ્યો હતો. શુકલા એ એક સવાલ ના જવાબમાં કહ્યુ હતુ કે, તેનાથી કોઇ સમસ્યા નહી સર્જાય. કારણ કે T20 વિશ્વકપની શરુઆતના તબક્કામાં ટેસ્ટ નહી રમનારા દેશો જ સામેલ હોવાની સંભાવના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code