Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક-કૃણાલ પંડ્યાના પિતાનું નિધન

Social Share

વડોદરા: ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા તેમજ કૃણાલ પંડ્યાના પિતાનું નિધન થયું છે. વડોદરામાં રહેતા હિમાંશું પંડ્યાનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટ છોડી વડોદરા જવા માટે રવાના થયા હતા. કૃણાલ પંડ્યા વડોદરાની ટીમના સૂકાની હતા.

વન-ડે, ટી-20 તેમજ ટેસ્ટ આમ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પોતાની કાબેલિયત સાબિત કરનાર હાર્દિક પંડ્યાએ ખૂબ જ ટૂંકા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. બંને ભાઇઓએ એક સાથે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને ખૂબ ઓછા સમયમાં લોકપ્રિયતા હાંસલ કરી હતી.

આપને જણાવી દઇએ કે ગત ફાધર્સ ડે પર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પોતાના પિતા વિશે એક ભાવુક પોસ્ટ લખી હતી. બંને ભાઇઓ પોતાના પિતાની બહુ જ નજીક હતા. તેણે પિતા હિમાંશુ પંડ્યા તેમજ ભાઇ કૃણાલ પંડ્યા સાથે તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘આશ્ચર્ય છે કે, સમય કેવી રીતે પસાર થાય છે, અને એક બાબત એવી છે જે ત્યાં જ સ્થિર રહે છે, તે છે પિતાનો પ્રેમ અને સમર્થન. અમારા માટે તમે જે કુરબાની આપી છે તેના માટે પિતા તમારો આભાર. હું હંમેશા તમારો આભારી રહીશ. તમારા ચહેરા પર હાસ્ય લાવવા માટે મારાથી જે પણ થતુ હશે તે હું કરીશ. ફાધર્સ ડેની શુભેચ્છા…’

(સંકેત)