- વિરાટ કોહલીએ હવે ભારતના ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી આપ્યું રાજીનામું
- ટ્વિટરના માધ્યમથી આપી જાણકારી
- BCCIએ પણ તેના યોગદાનની કરી પ્રશંસા
નવી દિલ્હી: ક્રિકેટ જગતમાં છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર વિરાટ કોહલી પાસેથી ટેસ્ટ ટીમનું સૂકાનીપદ પણ લઇ લેવામાં આવે તેવી અટકળો વહેતી થઇ હતી અને હવે તે અટકળો સાચી પડી છે. વિરાટ કોહલીએ ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ ટ્વિટરના માધ્યમથી આ જાણકારી આપી હતી. અગાઉ કોહલીએ ICC T20 વર્લ્ડ કપ પહેલા ટી 20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. આ પછી પસંદગીકારોએ તેને ODI ટીમના સુકાનીપદેથી હટાવી લીધો હતો.
આપને જણાવી દઇએ કે વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટન પણ હતો પરંતુ તે પોતાની ટીમ માટે એક પણ ટાઇટલ મેળવવામાં અસમર્થ રહ્યો હતો અને તેથી તેણે IPL-2021 પછી આ ટીમની કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય લીધો હતો.
— Virat Kohli (@imVkohli) January 15, 2022
વિરાટ કોહલીએ ટ્વિટથી ટેસ્ટ ટીમનું સુકાનીપદ છોડવાની જાહેરાત કરી હતી.
બીજી તરફ BCCIએ પણ ટ્વિટર કરીને તેની આગેવાનીમાં ભારતીય ટીમે મેળવેલી સફળતાને યાદ કરીને તેને શુભેચ્છાઓ પાઠવી હતી.