Site icon Revoi.in

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધુ ગોલ કરવાનો બનાવ્યો રેકોર્ડ

Social Share

નવી દિલ્હી: દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક નવી સિદ્વિ હાંસલ કરી છે. રોનાલ્ડોએ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇન્ટરનેશનલ ફૂટબોલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. વર્લ્ડ કપ ક્વૉલિફાયરના એક મુકાબલામાં તેણે આયરલેન્ડ સામે બે ગોલ કરીને આ સિદ્વિ મેળવી છે. ટીમે આ મુકાબલો 2-1થી જત્યો છે.

આ રેકોર્ડ સાથે હવે રોનાલ્ડોના 111 ગોલ થઇ ગયા છે. રોલાન્ડોએ ઇરાનના અલી દેઇને પણ પાછળ છોડી દીધો છે. તેના નામે 109 ગોલનો રેકોર્ડ હતો. અન્ય કોઇ ફૂટબોલ ખેલાડી 100 ગોલના આંકડા સુધી નથી પહોંચી શક્યા. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની તુલના લિયોનેલ મેસ્સી સાથે કરવામાં આવે છે. જો કે મેસીએ રોનાલ્ડનો રેકોર્ડ બ્રેક કરવા માટે લાંબી સફર ખેડવી પડશે.

યૂરો 2020 દરમિયાન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઇરાનના અલી દઇના સૌથી વધારે ગોલના રેકોર્ડની બરોબરી કરી હતી. રોનાલ્ડોએ બંને ગોલ હેડથી કર્યા હતા. જે બાદમાં 88 મિનિટ સુધી મેચમાં પાછળ ચાલી રહેલી પોર્ટુગીઝની ટીમની રોમાંચક જીત થઇ હતી.

મેચની 45મી મિનિટે આયરલેન્ડના જૉન ઈગને (John Egan) ગોલ કરીને ટીમને 1-0થી બઢત આપી હતી. 88 મિનિટ સુધી આ જ સ્કૉર રહ્યો હતો. 89મી મિનિટે કિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રથમ ગોલ કર્યો હતો. ગોલ સાથે જ સ્કોર 1-1 થઈ ગયો હતો. ઇન્જરી ટાઇમ -90+6મં તેણે બીજી ગોલ કરીને ટીમને 2-1થી જીત અપાવી હતી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઇન્ટરનેશનલ ગોલની વાત કરીએ તો તેણે સૌથી વધારે 33 ગોલ વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં કર્યાં છે. આ ઉપરાંત 31 ગોલ યૂરોપિયન ચેમ્પિયનશિપ ક્વૉલિફાયરમાં, 19 ગોલ ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચમાં, 7 ગોલ વર્લ્ડ કપમાં, 5 ગોલ યૂએફા નેશન્સ લીગમાં, 2 ગોલ કનફેડરેશન કપમાં કર્યા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 180 મેચમાં 111 ગોલ કરી ચૂક્યો છે.

આર્જેન્ટિનાનો લિયોનેલ મેસી (lionel messi)ની હંમેશા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે સરખામણી કરવામાં આવે છે. મેસીના ઇન્ટરનેશનલ કરિયરની વાત કરવામાં આવે તો તેણે 151 મેચમાં 76 ગોલ કર્યા છે. એટલે કે તે રોનાલ્ડોથી 35 ગોલ પાછળ છે.