Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિક્સને પણ કોરોનાનું ગ્રહણ, હવે બીચ વોલિબોલ ખેલાડી કોરોના સંક્રમિત

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હવે વોલિબોલ ખેલાડી ઓન્ડ્રેઝ પેરુસિક પણ કોરોના સંક્રમિત થયો છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે, બે દક્ષિણ આફ્રિકન ફૂટબોલરો અને એક વિશ્લેષક સંક્રમિત થયા બાદ હવે ઓન્ડ્રેઝ પેરુસિક પણ કોરોના સંક્રમિત થયા છે. ચેક ઓલિમ્પિક ટીમના પ્રમુખ માર્ટિન અનુસાર તેનામાં કોરોનાના લક્ષણો નથી પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે અન્ય જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે.

શનિવારએ ચેક ઓલિમ્પિક સમિતિ અનુસાર શુક્રવારથી શરૂ થનારી રમતો માટે ટોક્યોમાં ઉતરનારામાંથી એક સ્ટાફ કોવિડ સંક્રમિત થયો હતો. અગાઉ રવિવારે દક્ષિણ આફ્રિકાના બે ફૂટબોલરો અને એક વીડિયો વિશ્લેષક કોરોના પોઝિટિવ આવ્યા હતા. ટોક્યોમાં ઓલિમ્પિક વિલેજમાં 6700 એથ્લેટ્સ અને અધિકારીઓને રાખવામાં આવ્યા છે.

અગાઉ અમેરિકાના ટેનિસ ખેલાડી કોકો ગોફનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ નહીં લઇ શકે.